શ્રદ્ધાંજલિ/ ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ એટલે અનુભવ અને કોઠાસૂઝનો સમન્વય

વર્ષ 2014ની શરૂઆતમા જ GPPના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી. રાજકીય સંન્યાસ લીધો.

Top Stories Gujarat Mantavya Vishesh

ગુજરાતની રાજનીતિના ચાણક્ય એવા કેશુભાઈ પટેલ એટલે અનુભવ અને કોઠાસૂઝનો સમન્વય. 60 વર્ષની રાજકીય કારકિર્દીમાં કેશુબાપાએ ભાજપને સત્તા અપાવી, તો કચ્છ ભૂકંપ બાદ રાજીનામું આપવા મજબૂર પણ બન્યાં. અંગત જીવનમાં પણ દુખો સહન કર્યા. પરંતુ તેઓ હિંમત ન હાર્યા. 

Former Gujarat CM Keshubhai Patel, who beat Covid-19, passes away -  Rediff.com India News

24મી જુલાઈ 1928ના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે ખેડૂત પરિવારમાં જન્મેલા કેશુભાઈ પટેલ એટલે આર્થિક તંગી અને સંકડામણ વચ્ચે તકદીર સાથે લડીને આગળ વધેલા એક આગેવાન hata. જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી 13 ફેબ્રુઆરી 2014ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું.

Former Gujarat Chief Minister Keshubhai Patel passes away | DeshGujarat

કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એટલું નહીં તેમણે અમદાવાદના ડોન લતિફને તેના હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો.

Before key meet with CM Anandiben Patel, Hardik visited Keshubhai Patel |  Cities News,The Indian Express

વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. જ્યારે અંગત જીવનમાં પણ તેઓ આ આઘાત પચાવી ગયા હતા. પહેલા પત્ની અને છેલ્લા ત્રણ વર્ષમાં બે દીકરા પણ ગુમાવ્યા હતા. અને હવે તેઓ અનંતની સફરે ઉપડી ગયા છે.

New faces in new Gujarat government

રાજકોટમાં કેશુભાઇ સાયકલ ઉપર સંઘની શાખામાં જતા હતા. ત્યારે તેમણે જોયું કે લાલિયા દાદા નામનો એક દાદો સદર બજારમાં એક વ્યક્તિને ખુબ મારી રહ્યો હતો. લોકો ભેગા થઈ તમાશો જોઈ રહ્યા હતા પણ કેશુભાઈ આ જોઈ શક્યા નહીં. તેમણે પોતાની સંઘની લાકડી વડે લાલિયા દાદાને ઝુડી નાખ્યો હતો. અને લાલિયો ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. આ ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ કેશુભાઈને 
ખભે બેસાડી રોજકોટમાં સરઘસ કાઢયુ હતું. 

Keshubhai likely to be projected as CM candidate against Modi - The Hindu  BusinessLine

ત્યાર બાદ રાજકોટ નગરપાલિકાની ચૂંટણી આવી તો રાજકોટના લોકોએ ભેગા થઈ કેશુભાઈ પટેલને પરાણે કાઉન્સિલરની ચૂંટણીમાં ઊભા રાખ્યા અને તેઓ જનસંઘમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 

1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં. અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

Gujarat elections 2017: A day before filing nomination, Vijay Rupani seeks Keshubhai  Patel's blessings | AHMEDABAD NYOOOZ

કેશુભાઈ પટેલ 1945માં 17 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી.  તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. 1980માં જનસંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા. કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી. અને 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી.

Keshubhai Patel: Latest News & Videos, Photos about Keshubhai Patel | The  Economic Times

2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં. અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા. ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી. અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ  વિસાવદર બેઠક પરથી જીત મેળવી જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું . ત્યાર બાદ વર્ષ 2014ની શરૂઆતમા જ GPPના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી. રાજકીય સંન્યાસ લીધો..
બ્યુરો રીપોર્ટ મંતવ્ય વિશેષ
https://youtu.be/gLkd3jLFvQM