World News/ દક્ષિણ કોરિયામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ટકરાયા બે વિમાનો, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

દક્ષિણ કોરિયામાં સેલ્ફી અને વીડિયો લેવાના ચક્કરમાં બે F-15K ફાઈટર જેટ (Fighter Jet) હવામાં ટકરાયા હતા. પાયલોટની આ ગંભીર બેદરકારી અને તેને થયેલા 53 લાખના દંડ વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories international World
બે Fighter Jet વચ્ચે જોરદાર ટક્કર

South Korea Fighter Jet Collision: દક્ષિણ કોરિયાની વાયુસેનાના ઈતિહાસમાં એક અત્યંત શરમીજનક ઘટનાનો ખુલાસો થયો છે. વર્ષ 2021 માં બે F-15K ફાઈટર જેટ હવામાં એકબીજા સાથે ટકરાયા હતા, જેની પાછળનું અસલી કારણ હવે તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે. આ દુર્ઘટના કોઈ ટેકનિકલ ખામીને કારણે નહીં, પરંતુ પાયલોટના સેલ્ફી અને વીડિયો ઉતારવાના ક્રેઝને કારણે સર્જાઈ હતી.

છેલ્લી ફ્લાઇટને યાદગાર બનાવવાની લાલચ

દક્ષિણ કોરિયાના દેગુ શહેર પાસે બે અત્યાધુનિક ફાઈટર જેટ (Fighter Jet) મિશન પર હતા. તેમાંથી વિંગમેન એરક્રાફ્ટના પાયલોટની આ યુનિટ સાથેની છેલ્લી ફ્લાઇટ હતી. આ ઉડાનને યાદગાર બનાવવા માટે પાયલોટે હવામાં જ પોતાના મોબાઈલથી ફોટા પાડવાનું શરૂ કર્યું. નવાઈની વાત એ છે કે, તેણે ઉડાન પહેલા પણ આ ઈચ્છા વ્યક્ત કરી હતી, છતાં કોઈએ તેને અટકાવ્યો નહીં.

વીડિયો શૂટિંગ માટે Fighter Jetનો  જોખમી સ્ટંટ

લીડ એરક્રાફ્ટના પાયલોટે પણ ઉત્સાહમાં આવીને સાથી પાયલોટને વિંગમેન પ્લેનનો વીડિયો ઉતારવા કહ્યું. વિમાનને વધુ આકર્ષક બતાવવા માટે વિંગમેન પાયલોટે હવામાં જોખમી ‘ફ્લિપ’ (વિમાનને ઉલટું કરવું) માર્યું. આ દાવપેચમાં બંને વિમાનો વચ્ચેનું અંતર જોખમી રીતે ઘટી ગયું અને હવામાં જ તેમની ટક્કર થઈ ગઈ. આ ટક્કરમાં વિમાનની પાંખ અને પૂંછડીના ભાગને ગંભીર નુકસાન પહોંચ્યું હતું.

કરોડોનું નુકસાન અને આકરો દંડ

આ બેદરકારીને કારણે સેનાને અંદાજે 880 મિલિયન વોન (આશરે ₹5.3 કરોડ) નું નુકસાન થયું. જોકે, પાયલોટોએ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરી દેતા જાનહાનિ ટળી હતી.

શિક્ષા: તપાસ બાદ વિંગમેન પાયલોટને જવાબદાર ઠેરવી તેની પાસેથી 88 મિલિયન વોન (આશરે ₹53 લાખ) નો દંડ વસૂલવાનો આદેશ અપાયો છે.

વર્તમાન સ્થિતિ: જવાબદાર પાયલોટ હવે સેના છોડી ચૂક્યો છે અને એક ખાનગી એરલાઇનમાં કામ કરી રહ્યો છે.

આ ઘટના બાદ દક્ષિણ કોરિયાની (Fighter Jet) વાયુસેનાએ જાહેર માફી માંગી છે અને ફ્લાઇટ (Fighter Jet) સેફ્ટીના નિયમોને અત્યંત કડક બનાવ્યા છે.


આ પણ વાંચો :  ઈરાને અમેરિકાને આપી ધમકી, ‘નાકાબંધી નહીં હટે તો હોર્મુઝ નહીં ખુલે’, શાંતિ મંત્રણા પર લટકતી તલવાર

આ પણ વાંચો :   પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીનો મોટો દાવો – નેતન્યાહૂએ ટ્રમ્પને યુદ્ધ માટે કેવી રીતે મનાવ્યા?

આ પણ વાંચો :  શું છે અમેરિકાનું નવું ચૂંટણી ગણિત? સીમાંકન દ્વારા કેવી રીતે બદલાય છે જીત અને હાર?