US Redistricting Controversy: ભારતમાં જ્યારે ઉત્તર અને દક્ષિણ રાજ્યો વચ્ચે સીમાંકન (Delimitation) ને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે અમેરિકામાં (America) પણ મતવિસ્તારોના પુનર્ગઠનને લઈને મોટો વિવાદ છેડાયો છે. વર્જીનિયામાં તાજેતરમાં લેવાયેલા એક નિર્ણયે ડેમોક્રેટ્સની સ્થિતિ મજબૂત કરી છે, જેનાથી આગામી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી માટે મુશ્કેલીઓ વધી શકે છે.
વર્જીનિયામાં કેવી રીતે બદલાયું ગણિત?
વર્જીનિયાના મતદારોએ એક મહત્વપૂર્ણ લોકમતને મંજૂરી આપી છે. અગાઉ અહીં ડેમોક્રેટ્સ પાસે 6-5 ની પાતળી સરસાઈ હતી, પરંતુ નવા સીમાંકન બાદ આ આંકડો 10-1 ના જંગી બહુમતમાં બદલાઈ શકે છે. આ ફેરફારને કારણે રિપબ્લિકન પાર્ટીને પોતાની બેઠકો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.
શું છે ‘પૈક અને ક્રેક’ની રમત?
મેસાચુસેટ્સના ગવર્નર એલ્બ્રિજ ગેરીએ આ વ્યૂહરચનાને ‘પૈક અને ક્રેક’ (Gerrymandering) તરીકે ઓળખાવી છે. આ રમત બે રીતે રમાય છે:
પેકિંગ (Packing): વિરોધ પક્ષના તમામ મતદારોને એક કે બે જિલ્લામાં જ ભેગા કરી દેવા, જેથી બાકીના તમામ જિલ્લાઓમાં સત્તાધારી પક્ષ સરળતાથી જીતી શકે.
ક્રેકિંગ (Cracking): વિરોધ પક્ષના મજબૂત વિસ્તારોને તોડીને તેને અલગ-અલગ જિલ્લાઓમાં વહેંચી દેવા, જેથી તેમના મત વિખેરાઈ જાય અને તેઓ ક્યાંય જીતી ન શકે.
સરળ ભાષામાં કહીએ તો, આ એવી રમત છે જેમાં ક્રિકેટ કેપ્ટન મેચની વચ્ચે જ પોતાની ટીમની તાકાત મુજબ બાઉન્ડ્રીની લાઈનો બદલી નાખે!
ટ્રમ્પની વ્યૂહરચના ડેમોક્રેટ્સે જ અપનાવી
નવા નકશા બનાવવાની શરૂઆત રાષ્ટ્રપતિ ટ્રમ્પના (America) કહેવા પર ટેક્સાસથી થઈ હતી, જ્યાં રિપબ્લિકન પાર્ટીએ પોતાની બેઠકો મજબૂત કરવા આક્રમક રીતે નકશા બદલ્યા હતા. જોકે, ડેમોક્રેટ્સે પણ વળતો પ્રહાર કર્યો. કેલિફોર્નિયા બાદ હવે વર્જીનિયામાં પણ ડેમોક્રેટ્સે સીમાંકનનો એવો દાવ ખેલ્યો છે કે જેણે રિપબ્લિકન પાર્ટીની ઉંઘ હરામ કરી દીધી છે. ટ્રમ્પે વર્જીનિયાના લોકોને ‘ના’ માં વોટ આપવા અપીલ કરી હતી, છતાં ‘હા’ ની 3% ના નજીવા અંતરે જીત થઈ છે.
મધ્યાવધિ ચૂંટણી પર અસર (America)
અમેરિકી (America) પ્રતિનિધિ સભા (House of Representatives) માં હાલ રિપબ્લિકન બહુમતી 217-214 ના પાતળા અંતર પર છે. વર્જીનિયામાં આ 4 વધારાની બેઠકો જીતીને ડેમોક્રેટ્સ પ્રતિનિધિ સભા પર કબજો મેળવવાની અત્યંત નજીક પહોંચી ગયા છે. જો ટ્રમ્પની પાર્ટી આ ગૃહ હારે છે, તો તે તેમના માટે મોટો રાજકીય ફટકો સાબિત થશે.
આ પણ વાંચો : નેપાળમાં વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર, ભારતથી સામાન લાવવા પર ટેક્સ લાદતા જનતામાં રોષ
આ પણ વાંચો : બાલેન શાહનો નવો નિયમ, ભારતથી 100 રૂપિયાનો સામાન લાવવા પર પણ લાગશે ટેક્સ
આ પણ વાંચો : ભ્રષ્ટાચારના આરોપો બાદ નેપાળના ગૃહ મંત્રીનું રાજીનામું, વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલીઓ વધી
