Nepal Protests 2026: કાઠમંડુના મેયરથી નેશનલ લીડર બનેલા બાલેન શાહના નેતૃત્વમાં નેપાળમાં નવી સરકાર રચાયાને હજુ એક મહિનો પણ નથી થયો, ત્યાં દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. બે તૃતીયાંશ બહુમતી હોવા છતાં, સરકાર સામે અત્યારે રસ્તાઓથી લઈને વહીવટી કેન્દ્ર ‘સિંહ દરબાર’ સુધી લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
100 રૂપિયાની ખરીદી પર ટેક્સ: સરહદી વિસ્તારોમાં હાલાકી
નેપાળ (Nepal) સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયે ભારત-નેપાળ બોર્ડર પર રહેતા લોકોની મુશ્કેલી વધારી દીધી છે.
નવો નિયમ: ભારતથી નેપાળમાં લાવવામાં આવતી માત્ર રૂ. 100 થી વધુની કિંમતની તમામ વસ્તુઓ પર હવે કસ્ટમ ડ્યુટી (સીમા શુલ્ક) ચૂકવવી પડશે.
અસર: નેપાળના સરહદી ગામોના લોકો મીઠું, તેલ અને શાકભાજી જેવી રોજિંદી વસ્તુઓ માટે ભારત પર નિર્ભર છે. આટલી નાની રકમ પર ટેક્સ લાદવો એ સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજ સમાન છે અને લોકો તેને પાયાની હકીકતથી વિપરીત નિર્ણય ગણાવી રહ્યા છે.
વિદ્યાર્થી સંગઠનોનો આક્રોશ
સરકાર દ્વારા વિદ્યાર્થી સંગઠનોને નજરઅંદાજ કરવાના નિર્ણયે બળતામાં ઘી હોમ્યું છે. વિદ્યાર્થી (Nepal) નેતાઓએ આરોપ લગાવ્યો છે કે બાલેન શાહ સરકાર (Nepal) સંવાદ કરવાને બદલે દમનકારી અભિગમ અપનાવી રહી છે. કાઠમંડુ સહિતના મુખ્ય શહેરોમાં હજારો વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં જ રસ્તા પર ઉતરી આવ્યા છે, જે દર્શાવે છે કે આ આંદોલન હવે સામાજિક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
Nepalના ગૃહમંત્રીના રાજીનામાની માંગ
આર્થિક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગૃહમંત્રી સુદન ગુરુંગ સામે પણ મોરચો મંડાયો છે. આંદોલનકારીઓ તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે. અત્યારે વિદ્યાર્થીઓ, વિપક્ષી રાજકીય પક્ષો અને સામાન્ય જનતા – એમ ત્રણેય મોરચે બાલેન શાહ સરકાર ઘેરાયેલી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધથી ભારત-ચીનના અર્થતંત્રને મોટો ફટકો, UN એ વિકાસ દરમાં ઘટાડાની વ્યક્ત કરી આશંકા
આ પણ વાંચો : મિડલ ઈસ્ટ યુદ્ધની આડઅસર, બાંગ્લાદેશમાં ડિઝલની અછતને કારણે નેટવર્ક બ્લેકઆઉટનું જોખમ
