World News/ આતંકીની નવી ચાલ! ઓપરેશન સિંદૂર’ નો બદલો લેવા લશ્કર-એ-તૈયબાની નવી સાજિશ

લશ્કરના આતંકી Saifullah Kasuriએ સમુદ્રી માર્ગે ભારત પર 26/11 જેવા હુમલાની ધમકી આપી છે. ગુપ્તચર એજન્સીઓ અને કોસ્ટ ગાર્ડ એલર્ટ પર છે.

Top Stories World
Saifullah Kasuri Video Threat

Saifullah Kasuri Video Threat: પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડર અને પહેલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ સૈફુલ્લા કસુરીએ ભારત વિરુદ્ધ ફરી એકવાર ઝેર ઓક્યું છે. કસુરીએ એક વીડિયો જાહેર કરીને ભારત પર સમુદ્રી માર્ગે 26/11 જેવા ભયાનક આતંકી હુમલાની ધમકી આપી છે. 2008ના મુંબઈ હુમલાની યાદ અપાવતી આ ધમકીને ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અત્યંત ગંભીરતાથી લીધી છે.

‘જમીન, આકાશ કે સમુદ્ર… ક્યાંય સલામત નહીં રહે ભારત’ : Saifullah Kasuri

વીડિયોમાં આતંકી સૈફુલ્લા બણગાં ફૂંકતા કહી રહ્યો છે કે, 2025માં પાકિસ્તાને આકાશ પર કબજો કર્યો હતો અને હવે 2026માં સમુદ્ર પર કબજો કરશે. તેણે ગીધડભભકી આપતા જણાવ્યું કે ભારત માટે હવે જમીન, હવા કે સમુદ્ર કોઈ પણ જગ્યા સુરક્ષિત બચશે નહીં. સમુદ્રી માર્ગ પર તેના આ ભારને પગલે ભારતના પશ્ચિમી દરિયાકાંઠા પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

‘Operation Sindoor’ થી ફફડી ઉઠ્યો કસુરી

22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર‘ (Operation Sindoor) ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK માં આવેલા લશ્કરના ઠેકાણાઓ પર જડબાતોડ કાર્યવાહી કરી હતી. કસુરી આ જવાબી કાર્યવાહીથી ભારે રોષમાં છે. તેણે મુરિદકે અને બહાવલપુર જેવા લશ્કરના ગઢ પર ભારતીય એક્શનને ‘આક્રમકતા’ ગણાવી તેનો બદલો લેવાની વાત કરી છે.

ધાર્મિક સ્થળો અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનું કાવતરું

પોતાના વીડિયો પ્રચારમાં કસુરીએ ભારત પર ‘વોટર ટેરરિઝમ’ નો પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. તેણે ધમકી આપી છે કે જો કાશ્મીરમાં દબાણ વધશે તો બલૂચિસ્તાનમાં અશાંતિ ફેલાવવામાં આવશે. એટલું જ નહીં, તેણે ભારતના ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવાની વાત કરી છે. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે આ નિવેદનો ભારતમાં ડર પેદા કરવા અને સાંપ્રદાયિક તણાવ ભડકાવવા માટે આપવામાં આવ્યા છે.

પાકિસ્તાની સેના સાથે સાંઠગાંઠનો ખુલાસો

વીડિયોમાં કસુરીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાની સેના અને આતંકી સંગઠનો વચ્ચે સંપૂર્ણ તાલમેલ છે. ભારત લાંબા સમયથી વિશ્વ સમક્ષ કહેતું આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ લશ્કરને મદદ કરે છે, જેની પુષ્ટિ હવે આતંકીના પોતાના નિવેદનથી થઈ રહી છે. હાલ ભારતની તમામ સુરક્ષા એજન્સીઓ અને કોસ્ટ ગાર્ડ દરિયાઈ સીમાઓ પર સુરક્ષા વધુ સઘન બનાવી રહ્યા છે.


આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી

આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

આ પણ વાંચો:ગુજરાતનો સૌથી મોટો ટેક પ્રોજેક્ટ! ધોલેરામાં ₹25,000 કરોડના ખર્ચે સ્થપાશે દેશનું સૌથી મોટું ‘ગ્રીન AI ડેટા સેન્ટર’