Lifestyle/ શું તમે ક્યારેય જવની રાબ પીધી છે? ગરમી માટે પરફેક્ટ ડ્રિંક…એક વાર બનાવો…કોઠે ટાઢક વળી જશે..!!

જો હજુ સુધી તમે આ હૅલ્ધી ડ્રિંક, જવની રાબ (Barley Porridge) ટ્રાય ન કર્યુ હોય તો હવે એને તમારા સમર ડાયેટમાં સામેલ કરવાનો આ યોગ્ય સમય છે…

Trending Food Health & Fitness Lifestyle
Barley Porridge,ઉનાળા, ભોજન, જવના ફાડા, ગરમીની રેસિપી

Lifestyle: ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું અત્યંત જરુરી છે, આ ગરમ ઋતુમાં ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં પીવાતું એક દેશી પીણું જવની રાબ (Barley Porridge) તમારા માટે એક બહેતરીન વિકલ્પ સાબિત થઇ શકે છે. એ કેવળ શરીરને અંદરથી ઠંડક પ્રદાન કરે છે એટલું જ નહિં પરંતુ, પાચનને પણ ઉત્તમ બનાવે છે અને એને પીવાથી લાંબા સમય સુધી એનર્જી લેવલ જળવાઇ રહે છે.

Barley Porridge,ઉનાળા, ભોજન, જવના ફાડા, ગરમીની રેસિપી

ગરમીની ઋતુમાં રાબ શરીરને ઠંડક આપે 

જવ તો સ્વાસ્થ્ય માટે ગુણકારી છે જ પણ આ રેસિપીમાં વપરાતું દહીં એક એવો આહાર છે કે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો જ લાભકારક સાબિત થાય છે. આપણામાંથી અનેક લોકો તૈયાર દહીંના ડબ્બા કે પેકેટો લાવીને એનો ઉપયોગ કરતા હોય છે. જો તમે ઘરે જ દહીં જમાવશો (Homemade Curd) તો એ તમને સોંઘુ પણ પડશે અને વધારે શુદ્ધ તથા ગુણકારી દહીં ખાવાના લાભ પણ મળશે.

ઉનાળામાં એવું ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે કે જે હળવું પણ હોય અને સાથોસાથ શરીરને પૂરતી એનર્જી અને પોષણ મળી રહે! આ પૈકી એક છે રાબડી…અહિં તમને જવની રાબ (Barley Porridge Recipe) અંગે જણાવીશું જેને તમે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો. ગરમીની ઋતુમાં રાબ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે, જેથી ડિહાઇડ્રેશન (Dehydration)ની સમસ્યા પણ ઓછી થઇ જાય છે.

જો હજુ સુધી તમે આ હૅલ્ધી ડ્રિંક (Healthy Drink) ટ્રાય ન કર્યુ હોય તો હવે એને તમારા સમર ડાયેટ (Summer Diet)માં સામેલ કરવાનો આ યોગ્ય સમય છે. તો ચાલો જાણી લઇએ શી રીતે આ પીણું બનાવશો?

શી રીતે બનાવશો જવની રાબ? (Barley Porridge Recipe)

આ પીણું બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Barley Porridge,ઉનાળા, ભોજન, જવના ફાડા, ગરમીની રેસિપી

સામગ્રી

1/2 કપ જવના ફાડા

1/2 કપ દહીં

2 ચમચી બેસન

2 ચમચી ઘઉંનો લોટ

દોઢ લીટર પાણી

2 ગ્લાસ છાશ

સ્વાદાનુસાર મીઠું

થોડા ફુદીનાના પાન

1/2 ચમચી શેકેલો જીરા પાવડર કે આખું જીરું

Barley Porridge,ઉનાળા, ભોજન, જવના ફાડા, ગરમીની રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ જવની રાબ બનાવવા માટે એક બાઉલમાં દહીં (Curd) લેવું અને એને સરસ રીતે ફેંટી લેવું. ત્યારબાદ એમાં દોઢ લીટર પાણી ઉમેરીને મિક્સ કરી લેવું.

2. એક બાઉલમાં 2 ચમચી બેસન અને 2 ચમચી ઘઉંનો લોટ મિક્સ કરવો. એમાં પાણી મિક્સ કરીને ઢાંકીનેઅડધો કલાક કિચનમાં એક તરફ રાખી મૂકવું.

3. જવના ફાડા (Barley flakes)ને સાફ કરીને પાણીમાં સારી રીતે ધોઇ લેવા. ત્યારબાદ પ્રેશર કૂકરમાં 3 બાઉલ ભરીને પાણી અને સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરવું.

4. ત્યાર બાદ, ગેસ ઑન કરીને મધ્યમ તાપે સતત હલાવતા રહીને એને રાંધી લેવા. હલાવતા રહેવાથી એ નીચે ચોંટશે નહિં.

5. જવના ફાડા સારી રીતે ગળે એટલે એમાં ફેંટેલું દહીં અને બેસન-ઘઉંના લોટનું મિશ્રણ હલાવતા રહીને ઉમેરવું.

6. આ તમામ મિશ્રણને ધીમા તાપે રંધાવા દેવું. વચ્ચે-વચ્ચે હલાવી લેવું જેથી એમાં ગાંઠા ન પડે!

7. તમામ સામગ્રી એકરસ થઇ જાય એટલે ગેસને બંધ કરીને મિશ્રણ નીચે ઉતારીને ઠંડુ થવા દેવું.

8. આ તૈયાર રાબને આખી રાત ફ્રીઝમાં રાખી દેવી જેથી એ ફરમેન્ટ થઇ શકે.

સર્વ કરતી વખતે એમાં આવશ્યકતા અનુસાર છાશ અને મીઠું ઉમેરવું. ઉપર ફુદીનાના પાન ( Mint Leaves) અને શેકેલું જીરું અથવા જીરા પાવડર ઉમેરવો જેથી એનો સ્વાદ ઓર નીખરી જાય!

તો તૈયાર છે તમારી દેશી વાનગી…જવની રાબ…આ તદ્દન સરળ રેસિપીને એક વાર બનાવશો પછી તમે આખો ઉનાળો એને બનાવવાનું પસંદ કરશો!


આ પણ વાંચો: કાચી કેરીનો બાફલો કેવી રીતે બનાવશો? ઉનાળાની ગરમીમાં શરીરમાં ટાઢક વ્યાપી જશે..શીતળ રેસિપી!

આ પણ વાંચો: ગરમીમાં પીઓ ઠંડુ-ઠંડુ પાન શરબત….પાચન માટે સર્વોત્તમ…વિશેષ ઉનાળુ ડ્રિંક રેસિપી…