Not Set/ 50 શેડ્સ ઓફ ગ્રેના ભારતીય વર્ઝનમાં જોવા મળશે સોનલ ચૌહાણ

મુંબઈ, ડેબ્યુ ફિલ્મ જન્નતથી દેશભરમાં મશહૂર થયેલી અભિનેત્રી સોનલ ચૌહાણ આ ફિલ્મ બાદ બોલીવૂડમાં કઈક ખાસ કરવામાં નાકામ રહી હતી. પરંતુ ખુબ જ જલ્દી સોનમ જબરદસ્ત ધમાલ મચાવવાની છે. હકીકતમાં એડલ્ટ ફિલ્મ 50 શેડ્સ ઓફ ગ્રેથી પ્રેરિત થઈને એક મ્યુઝીક આલ્બમ બની રહ્યું છે. આ મ્યુઝીક આલ્બમમાં અભિનેત્રી સોનલ ચૌહાણ અને અમાયરા દસ્તુર લીડ રોલમાં […]

Trending Entertainment

મુંબઈ,

ડેબ્યુ ફિલ્મ જન્નતથી દેશભરમાં મશહૂર થયેલી અભિનેત્રી સોનલ ચૌહાણ આ ફિલ્મ બાદ બોલીવૂડમાં કઈક ખાસ કરવામાં નાકામ રહી હતી. પરંતુ ખુબ જ જલ્દી સોનમ જબરદસ્ત ધમાલ મચાવવાની છે. હકીકતમાં એડલ્ટ ફિલ્મ 50 શેડ્સ ઓફ ગ્રેથી પ્રેરિત થઈને એક મ્યુઝીક આલ્બમ બની રહ્યું છે. આ મ્યુઝીક આલ્બમમાં અભિનેત્રી સોનલ ચૌહાણ અને અમાયરા દસ્તુર લીડ રોલમાં જોવા મળશે.

આ મ્યુઝીક વીડિઓનું નામ ફાઈવ શેડ્સ ઓફ લવ હશે. આ મ્યુઝીક વીડિઓમાં જુબીન નોતીયાલ અવાજ આપશે. સોનલ ચૌહાણ પહેલી વાર કોઈ મ્યુઝીક આલ્બમમાં કામ કરવા જઈ રહી છે. આ વીડિઓને ફિલ્મમેકર અનુભવ સિન્હા ડાયરેકટ કરશે. હાલમાં સોનમ ચૌહાણ, જે.પી. દત્તાની ફિલ્મ પલટનમાં કામ કરી રહી છે.

https://instagram.com/p/Bg1Lr3dl99P/?utm_source=ig_embed

ખબરો માં સાફ જાણવા મળ્યું છે કે ફાઈવ શેડ્સ ઓફ લવની થીમ ઈરોટિક ફિલ્મ 50 શેડ્સ ઓફ ગ્રે થી પ્રેરિત હશે. આ આલ્બમ માટે ડાયરેક્ટર અનુભવ સિન્હા પાંચ મ્યુઝીક વીડિઓ ડાયરેકટ કરશે. આમાંના બે વીડિઓમાં સોનલ ચૌહાણ લીડ રોલ નિભાવશે. કહવામાં આવી રહ્યું છે કે પહેલા બે ગીતોનું શૂટિંગ લંડનમાં થશે કારણકે રોમેન્ટિક સોંગ શૂટ કરવા માટે કરવા માટે આનાથી સારી જગ્યા કોઈ હોય જ ના શકે.

https://instagram.com/p/BeawFU2ljLF/?utm_source=ig_embed

સોનલ ચૌહાણ બોલીવૂડ અને સાઉથ બંને જગ્યાએ નસીબ અજમાવી ચુકી છે. અને 3જી ફિલ્મમાં તો પોતાની ગાયકીનો હુનર પણ દર્શાવી ચુકી છે. આ આલ્બમ સાથે 50 શેડ્સ ઓફ ગ્રે નું નામ જોડાવાથી ફેન્સને કઈક અનોખું જોવાની ઉત્સુકતા વધી ગઈ હશે. જણાવી દઈએ કે સોનલ ચૌહાણ ખુબ જલ્દી જે.પી.દત્તાની ફિલ્મ પલટનમાં દેખાશે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, પુલકિત સમ્રાટ, જેકી શ્રોફ, સોનું સુદ અને અર્જુન રામપાલ સાથે સ્ક્રીન શેર કરતી સોનલ જોવા મળશે.