Chandra Gochar 2026/ 7 નવેમ્બરે તુલા રાશિમાં ગોચર કરશે ચંદ્રમા…આ 4 રાશિઓને મળી શકે છે સુખદ પરિણામો…

ચંદ્રમાના આ ગોચર (Chandra Gochar 2026)ના કારણે કેટલીક રાશિઓના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. કેરિયરથી માંડીને કૌટુંબિક જીવન સુધી…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chandra Gochar 2026...દિવાળીના આગલા દિવસે થનારુ આ રાશિ પરિવર્તન કોના માટે beneficial રહેશે?

Chandra Gochar 2026: દિવાળીના (Diwali 2026) એક દિવસ પહેલા ચંદ્રમા રાશિ પરિવર્તન કરશે. ચંદ્રમાનું આ ગોચર (Chandra Gochar 2026, 7 November 2026) 7 નવેમ્બરે સાંજે 5 વાગીને 15 મિનિટ પર કન્યા રાશિમાંથી તુલા રાશિમાં થશે. ચંદ્રમાના આ ગોચરના કારણે કેટલીક રાશિઓના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. કેરિયરથી માંડીને કૌટુંબિક જીવન સુધી આ રાશિઓમાં સારુ પરિવર્તન જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કે આ ચંદ્ર ગોચરથી કઇ-કઈ રાશિઓને લાભ થશે?

ચંદ્ર ગોચરથી કઇ-કઈ રાશિઓને લાભ (Chandra Gochar 2026)

ચંદ્રમાના આ ગોચરના કારણે કેટલીક રાશિઓના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. કેરિયરથી માંડીને કૌટુંબિક જીવન સુધી આ રાશિઓમાં સારુ પરિવર્તન જોવા મળી શકે છે.

Chandra Gochar 2026- Aries
Chandra Gochar 2026- Aries

મેષ રાશિ (Aries)

મેષ રાશિના જાતકોની કુંડળીના સપ્તમ ભાવમાં આ ગોચર થશે જેને ભાગીદારી અને લગ્નનો કારક ભાવ કહેવામાં આવે છે. ચંદ્રમાના આ ગોચરના પરિણામે આ રાશિના વ્યવસાયીઓને લાભની પ્રાપ્તિ થઇ શકે છે. કેટલાક લોકો ભાગીદારીમાં નવો બિઝનેસ પણ કરી શકે છે. લગ્નજીવનમાં જીવનસાથી સાથે સંબંધો મધુર બનશે. જે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલું કામ કરે છે એમને ચંદ્ર ગોચર બાદ પ્રસિદ્ધિ મળી શકે છે.

કર્ક રાશિ (Cancer)

કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્રમા જ છે આથી તુલા રાશિમાં ચંદ્રમાનું ગોચર કર્ક રાશિના જાતકો માટે વિશેષ સિદ્ધ થઈ શકે છે. ચંદ્રમા તમારા ચતુર્થ ભાવ અર્થાત્ સુખ ભાવમાં બેસીને તમને અત્યંત શુભ પરિણામ પ્રદાન કરી શકે છે. કૌટુંબુક જીવનમાં ખુશીઓ આવશે અને ઘર પરિવારના લોકો સાથે સારો સમય વ્યતીત કરી શકાશે. માનસિક ઉલઝનોમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે. કેરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ શકે છે.

Chandra Gochar 2026-Virgo
Chandra Gochar 2026-Virgo

કન્યા રાશિ (Virgo)

કન્યા રાશિના જાતકોની રાશિના દ્વિતિય ભાવમાં ચંદ્ર ગોચર થશે. આ ગોચરથી તમને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના જે લોકો વારસાઈ ધંધા-વ્યવસાય કરે છે એમને જબરદસ્ત નફો મળી શકે છે. કાર્યક્ષેત્રે તમારા કામની સીનિયર્સ દ્વારા પ્રશંસા થઈ શકે છે. બીજા ભાવમાં ચંદ્રમાના હોવાથી તમારી વાણીમાં માધુર્ય જોવા મળી શકે છે જેથી માન-સન્માનની પ્રાપ્તિ થશે.

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના જાતકોની રાશિના એકાદશ ભાવમાં આ ચંદ્રમાનું ગોચર થશે અને આ ભાવ ઈચ્છાપૂર્તિનો ગણાય છે. શુભ ગ્રહ ચંદ્રમા તમારા એકાદશ ભાવમાં બેસીને તમારી અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે. આ રાશિના કેટલાક લોકોને પ્રમોશન મળી શકે છે. આર્થિક રુપે તમે સશક્ત બની શકો છો. જે લોકો પોતાનું કામ શરુ કરવા માગતા હતા એમના સપના પણ પૂરા થઈ શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: વર્ષ 2027માં આ રાશિઓ પર શરુ થશે સાડા સાતીનું કષ્ટદાયક ચરણ… જાણો શનિ પ્રકોપથી મુક્તિના ઉપાય!

આ પણ વાંચો: 10 ઑક્ટોબરે શનિ અમાવસ્યા પર સૂર્ય-ચંદ્રની યુતિ….આ 3 રાશિઓ માટે કષ્ટકારી!..જાણો ઉપાય…

આ પણ વાંચો: શનિ નક્ષત્ર ગોચર 2026…ઓક્ટૉબરમાં શનિ પોતાના જ નક્ષત્રમાં કરશે પ્રવેશ…4 રાશિઓના પ્રારંભાશે ‘અચ્છે દિન’!