મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ/ ક્રિકેટ પર આધારિત ફિલ્મ ’83’ દિલ્લીમાં ટેક્સ ફ્રી જાહેર કરી

ક્રિકેટ પર આધારિત રણવીર સિંહ અભિનીત ફિલ્મ ’83’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે,આ ફિલ્મ કપિલ દેવની કપ્તાની હેઠળ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ટાઈટલ જીત પર આધારિત છે

Top Stories Trending

ક્રિકેટ પર આધારિત રણવીર સિંહ અભિનીત ફિલ્મ ’83’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ કપિલ દેવની કપ્તાની હેઠળ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ટાઈટલ જીત પર આધારિત છે. ભારતે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ટાઇટલ જીત્યું હતું. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મ 24 ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સિનેમાઘરોમાં આવશે.

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના ગ્રુપ સીઈઓ શિબાશીષ સરકારે આ નિર્ણય બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માનવા માટે ટ્વિટર પર લીધો હતો. તેમણે ટ્વીટ કર્યું, ’83ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ જી અને મનીષ સિસોદિયા જીનો તેમના સહકાર બદલ આભાર.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 83 24 ડિસેમ્બરના રોજ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે રણવીર અને દીપિકા લગ્ન બાદ પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

જોકે આ ફિલ્મનું પ્રીમિયર થઈ ચૂક્યું છે, જેમાં ઘણા મોટા સેલેબ્સ પહોંચ્યા હતા. બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ ફિલ્મ વિશે સતત કોમેન્ટ કરી રહ્યાં છે.