Cyber Crime/ પાટડીનો યુવાન‌ ન્યૂડ વીડિયો કોલ સ્કેમનો ભોગ બન્યો, 44 હજાર રૂપિયા ગુમાવ્યા

પોલીસ દ્વારા સેમિનાર થકી પ્રયાસો કરવામાં આવતા હોઈ છતાં લોકો જાગૃતિના અભાવને કારણે સાઈબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. વધુ ભાગે ઓનલાઇન નાણા ટ્રાન્સફર થઇ જવાના બનાવો ધ્યાને આવતા હોય છે અને ફેક ન્યૂડ વીડિયો કોલ રેકોર્ડિંગ થકી છેતરપિંડી કરતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનાં પાટડી શહેરના એક વિસ્તારમાં રહેતા અંદાજે 45 વર્ષીય યુવક ૧૦ દિવસ પૂર્વે પોતાના ઘરે મધરાત્રિએ…..

Top Stories Gujarat

@પ્રિયંકાત ચાવડા  

Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar)જિલ્લાના દસાડા તાલુકાનાં પાટડી નગરમાં ૧૦ દિવસ પૂર્વે એક યુવાન ન્યૂડ વીડિયો કોલ સ્કેમનો ભોગ બન્યો હતો. વીડિયો કોલ રેકોર્ડિંગ કરી યુવકને બ્લેકમેઇલ કરી ભેજાબાજે ટુકડે ટુકડે 44 હજાર ઓનલાઇન ટ્રાન્સફરથી પડાવ્યા હતા. આ બાબતે પાટડીના યુવકે સાઈબર ક્રાઇમમાં અરજી કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે તેવામાં સાઈબર ફ્રોડનાં બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ બાબતે જાગૃતિ લાવવા પોલીસ દ્વારા સેમિનાર થકી પ્રયાસો કરવામાં આવતા હોઈ છતાં લોકો જાગૃતિના અભાવને કારણે સાઈબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. વધુ ભાગે ઓનલાઇન નાણા ટ્રાન્સફર થઇ જવાના બનાવો ધ્યાને આવતા હોય છે અને ફેક ન્યૂડ વીડિયો કોલ રેકોર્ડિંગ થકી છેતરપિંડી કરતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનાં પાટડી શહેરના એક વિસ્તારમાં રહેતા અંદાજે 45 વર્ષીય યુવક ૧૦ દિવસ પૂર્વે પોતાના ઘરે મધરાત્રિએ આરામમાં હતો, તે દરમિયાન અજાણી યુવતી સાથે વીડિયો કોલમાં વાતચીત થતા સામેથી યુવતી નિવસ્ત્ર થઈ હતી.

આ દરમિયાન યુવતીએ વીડિયો કોલ રેકોર્ડિંગ કરી લઈ આ યુવકને મોકલ્યો હતો અને રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જો તે રૂપિયા નહીં આપે તો પોલીસ ફરીયાદ તથા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ભોગ બનનાર યુવકના મોબાઈલ પર એક યુનિફોર્મ પહેરેલ ઓફીસરનો આ જ બાબતે વીડિયો કોલ આવ્યો હતો. આથી યુવક ગભરાઈ ગયો હતો અને ટુકડે ટુકડે 44 હજાર ઓનલાઇન માધ્યમથી ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ઓફિસરનો વીડિયો ફેક હોવાનું અને ન્યૂડ વીડિયો કોલ રેકોર્ડિંગ સ્કેમ થયું હોવાનું સામે આવતા યુવક દ્વારા સાઈબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત

આ પણ વાંચો:જાણો શા માટે ઈંગ્લેન્ડના ક્રિકેટર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ ખાતે અટકાવાયો

આ પણ વાંચો:અમદાવાદની એક એવી મહિલા જેને પીડોના દુ:ખને હળવું કરવા અનોખી રીતે કરી જન્મદિવસની ઉજવણી