India vs England Test Series/ જાણો શા માટે ઈંગ્લેન્ડના ક્રિકેટર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ ખાતે અટકાવાયો

રાજકોટમાં જામનગરના અધિકારીઓએ કામચલાઉ ધોરણે ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કર્યું છે. ટીમ ઈન્ડિયામાં આવી ત્યારે શોએબ બશીરને આ……

Top Stories Sports
Beginners guide to 37 1 જાણો શા માટે ઈંગ્લેન્ડના ક્રિકેટર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ ખાતે અટકાવાયો

Cricket News: ઈંગ્લેન્ડના (England) યુવા ક્રિકેટર લેગ સ્પિનર (Leg-spinner) રેહાન અહેમદ (Rehan Ahmed)ને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રેહાન અહેમદ જ્યારે રાજકોટના એરપોર્ટ (Rajkot Airport) પર ઉતર્યો ત્યારે વિઝાની સમસ્યાને કારણે તેને રોકી દેવાયો હતો. રેહાનને ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી એરપોર્ટથી હોટેલ જવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ અને સ્ટાફ હોટેલ પહોંચી ગયા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરી થી 5 ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટ પહોંચી ગયા છે ત્યારે ઈંગ્લેન્ડની ટીમ પણ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી છે. જોકે, ઈંગ્લેન્ડના લેગ સ્પિનર રેહાન અહેમદને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે કડવો અનુભવ થયો છે. મળતી માહિતી મુજબ, રેહાનની પાસે ફક્ત એન્ટ્રી વિઝા (Visa) હતા. મેચને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓથોરિટીએ તેમને બે દિવસના વિઝા આપ્યા છે.

ફક્ત એન્ટ્રી વિઝા હોય તેવી વ્યક્તિને દેશની બહાર નીકળીને ફરીથી પ્રવેશ મેળવવાની મંજૂરી મળતી નથી. ઈંગ્લેન્ડની ટીમને આશા છે કે 24 કલાકમાં જ સમગ્ર મામલો ઉકેલાઈ જશે. બાકી બધા લોકો એરપોર્ટ પર કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કર્યા વગર હોટલ પહોંચી ગયા હતા. ઈંગ્લેન્ડની ટીમને રેહાનના વિઝા પ્રોસેસ (Visa) કરવાની સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં જામનગરના અધિકારીઓએ કામચલાઉ ધોરણે ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કર્યું છે. ટીમ ઈન્ડિયામાં આવી ત્યારે શોએબ બશીરને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે રેહાન અહેમદને રાજકોટમાં આવો જ અનુભવ થયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની એક એવી મહિલા જેને પીડોના દુ:ખને હળવું કરવા અનોખી રીતે કરી જન્મદિવસની ઉજવણી

આ પણ વાંચો:કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…