Space station/ ચીન આજે ત્રણ અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલશે, Shenzhou-15 અવકાશયાન લોન્ચ કરશે

 ચીન આજે ત્રણ અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલશે. ચીન અવકાશની દુનિયામાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવા જઈ રહ્યું છે. આ અંતર્ગતમંગળવારે શેનઝોઉ-15 અવકાશયાન લોન્ચ કરશે

Top Stories World
અવકાશ

 ચીન આજે ત્રણ અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલશે. ચીન અવકાશની દુનિયામાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવા જઈ રહ્યું છે. આ અંતર્ગતમંગળવારે શેનઝોઉ-15 અવકાશયાન લોન્ચ કરશે, જે સ્પેસ સ્ટેશનના છેલ્લા તબક્કાને પૂર્ણ કરવામાં મદદ કરશે. તે ત્રણ અવકાશયાત્રીઓને લઈ જશે. એજન્સીએ કહ્યું કે ફેઈ જુનલોંગ, ડેંગ કિંગમિંગ અને ઝાંગ લુ અવકાશયાનમાં સવાર થઈને સ્પેસ સ્ટેશન જશે.

ઉલ્લેખનીય છે કે  તાજેતરમાં ચીનનું છેલ્લું લેબ મોડ્યુલ ‘મેંગશાન’ તેના નિર્માણાધીન સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું છે. યુએસ સાથે વધતી સ્પર્ધા વચ્ચે અવકાશમાં તેની હાજરી જાળવવા માટે ચીનના એક દાયકાથી વધુ લાંબા પ્રયત્નોનો તે એક ભાગ છે. મેંગશાનને દક્ષિણી ટાપુ પ્રાંત હેનાન પર વેનચાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસ સ્ટેશન સુધી પહોંચવામાં 13 કલાકનો સમય લાગવાનો હતો. મેંગશાન અથવા ‘સેલેસ્ટિયન ડ્રીમ્સ’ એ ચીનના નિર્માણાધીન સ્પેસ સ્ટેશન ટિઆંગોંગ માટેનું બીજું લેબ મોડ્યુલ છે.

ચીનની સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, તિઆંગોંગમાં હાલમાં બે પુરૂષ અને એક મહિલા અવકાશયાત્રી છે. ચેન ડોંગ, કાઈ શુઝે અને લિયુ યાંગ છ મહિનાના મિશન પર જૂનની શરૂઆતમાં સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા.

દરોડા/ NIAએ ટેરર ફડિંગ મામલે દેશના 20 વિવિધ સ્થળે પાડયા દરોડા, ગેંગસ્ટર પર મોટી કાર્યવાહી

Reliance Jio/ સમગ્ર દેશમાં જિયોની સર્વિસ ઠપ્પઃ યુઝર્સને ભારે પરેશાની