Accident/ ગાંધીનગરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે થયો અકસ્માત,બે બાળકો ઇજાગ્રસ્ત,કારમાં દારૂ હોવાની આશંકા

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર ચ રોડ પર અકસ્માત સર્જાતા બે બાળકો ઇજાગ્રસ્ત થયા છે.

Top Stories Gujarat
ગાંધીનગરમાં
  • ગાંધીનગર ચ રોડ પર અકસ્માત
  • સ્કુલ વાનને નડયો અકસ્માત
  • સ્કુલ વાન અને સવિફટ કારને અકસ્માત
  • સ્વિફટ ગાડીમા દારુ ભરેલો હોવાનુ સામે આવ્યુ
  • પાછળ સીટ પર અને ડેકીમા દારુ હોવાનુ અનુમાન
  • બે બાળકોને સામાન્ય ઇજા

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર ચ રોડ પર અકસ્માત સર્જાતા બે બાળકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ચ રોડ પર સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાળકો ઘાયલ થયા છે. આ અકસ્માત સ્કૂલવાન સાથે થયો હતો,અકસ્માતમાં કારની ડિકી અને પાછળની સીટ પર દારૂની બોટલ  મળી આવવાની આશંકા પણ સેવાઇ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સવારે સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો હોત જેમાં બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત થતા આજુબાજુના રહીશો સત્વરે મદદે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. પરતું કારની ડિકી અને તેની પાછળની સીટ પર દારૂ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસને આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Changes/ડિસેમ્બરમાં કરી લેજો આ કામ નહીંતર મુશ્કેલીમાં મુકાશો,જાણો

Reliance Jio/સમગ્ર દેશમાં જિયોની સર્વિસ ઠપ્પઃ યુઝર્સને ભારે પરેશાની