jetpur/ જેતપુરમાં ગાલોરિયા નદીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો, ઓળખ માટે પોલીસે હાથ ધરી તપાસ

જેતપુરમાં ગાલોરિયા નદીમાંથી બાળકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક તરવૈયાની મદદથી ગાલોરિયા નદીમાંથી દોઢ માસના બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.

Gujarat Top Stories Others

જેતપુરમાં ગાલોરિયા નદીમાંથી બાળકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક તરવૈયાની મદદથી ગાલોરિયા નદીમાંથી દોઢ માસના બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. બાળકનો મૃતદેહ મળી આવવાનો મામલો સામે આવતા તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

બાળકો ભગવાનનું રૂપ માનવામાં આવે છે ત્યારે આજકાલ દોઢ માસ અને પાંચ માસના માસૂમ બાળકોને તરછોડવામાં આવવાની ઘટનાઓ વધી છે. તાજેતરમાં જેતપુરના ગાલોરિયા નદીમાંથી દોઢ માસનો બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત વર્ષે ગાલોરિયા નદીમાંથી એક પાંચ માસના બાળકનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. એ સમયે માલધારિઓ ઢોર ચરાવવા નદી કાંઠે ગયા હતા ત્યારે તેમણે નદીના પાણીમાં બાળકનો મૃતદેહ તરતો જોયો હતો. બાદમાં આસપાસ કેટલાક લોકોને જાણ કરી તેમની મદદથી બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકને લંગોટ અને ટી-શર્ટ પહેરાવવામાં આવ્યું હતું. જેતપુર તાલુકા પોલીસે પંચનામું કરી સઘન તપાસ હાથ ધરી હતી.

ગાલોરિયા નદી બાળશિશુ માટો ગોઝારી બની રહી છે. ગત વર્ષે 5 માસના બાળકોનો મૃતદેહ મળી આવ્યા બાદ આ વર્ષે તેનાથી પણ નાના ફક્ત દોઢથી બે માસના બાળકનો મૃતદેહ મળી આવતા જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પંહોચી નવજાત બાળકની ઓળખ વિશે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : ઉત્તરપ્રદેશ : કોર્ટે ભાજપા સાંસદ રીટા બહુગુણાને 6 મહિનાની જેલની સજા ફટકારી, આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કરાઈ સજા

આ પણ વાંચો : Breaking News/લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન, PM મોદીએ જાહેરાત કરી

આ પણ વાંચો : deo/વિદ્યાર્થી અને શિક્ષકોની વિગતો અપડેટ ન કરી શકનારી 200થી વધુ સ્કૂલોને DEOની નોટિસ