Arvalli News: મોડાસામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અહીંના બામણવાડ પાસે એક ટ્રકમાં ભીષણ આગ લાગતા એક બાળક સહિત ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા. એટલું જ નહીં આ આ ટ્રકમાં 150 ઘેટાં-બકરાં હતા તે પણ બળીને ખાખ થયા છે. આ ટ્રક વીજતારને અડકી જતાં આગ લાગી હતી.મોડાસાની બે ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોડાસામાં ઘેટા-બકરા ભરેલો ટ્રક પસાર થઇ રહ્યો હતો ત્યારે ઉપરથી જઇ રહેલી ઇલેક્ટ્રિક લાઇને ટ્રક અડી ગયો હતો. ઇલેક્ટ્રિક લાઇનને ટ્રક અડી જવાથી ટ્રકમાં આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
બનાવ અંગે મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન
આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી
આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા

