Varanasi news/ PM મોદીએ વારાણસી મુલાકાત કર્યું સંબોધન, PM-કિસાનનો 20મો હપ્તો, અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન!

PM નરેન્દ્ર મોદી શનિવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા. આશરે 2,200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.આ ઉપરાંત મંચ પર સંબોધન પણ આપ્યું.

NATIONAL Top Stories India Uncategorized

Varanasi News: PM નરેન્દ્ર મોદી શનિવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા. આશરે 2,200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.

PM કિસાન 20મો હપ્તો PM મોદીએ વારાણસીના 9.70 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો મોકલી દીધો છે. આ વખતે ખેડૂતોના ખાતામાં 20500 કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી છે. 9 કરોડ 70 લાખ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. તેમણે તેમના સંસદીય ક્ષેત્રમાં અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને કાશીના વિકાસને વેગ આપ્યો.

શ્રાવણ મહિનામાં વિકાસનો એક નવો આયામ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે તેમના સંસદીય ક્ષેત્ર બાબા વિશ્વનાથના શહેર વારાણસી પહોંચ્યા. આ દરમિયાન, ખેડૂતોને કિસાન સન્માન નિધિના 20મા હપ્તાના લોન્ચિંગની સાથે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્રને વિકાસ યોજનાઓની ભેટ પણ આપી.

ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થાય છે

PM નરેન્દ્ર મોદી શનિવારે સવારે 10:15 વાગ્યે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા. આ પછી, તેમણે જાહેર સભા સ્થળથી કિસાન સન્માન નિધિના 20મા હપ્તાનું લોન્ચિંગ કર્યું. આ પહેલા PM મોદીએ 18 જૂન 2024ના રોજ વારાણસીના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં સન્માન નિધિ મોકલી હતી. આ હપ્તો ત્રણ મહિનામાં એકવાર ખેડૂતોના બેન્ક અકાઉન્ટમાં ઉમેરાય છે . જેની કુલ રકમ 6000રૂપિયા છે.

PM નરેન્દ્ર મોદીએ મંચ પરથી સંબોધન કર્યું

PM નરેન્દ્ર મોદીએ શ્રાવણ મહિનામાં બાબા વિશ્વનાથ અને માર્કંડેય મહાદેવના દર્શન કરવાની ઇચ્છાનો ઉલ્લેખ કર્યો અને મંચ પરથી જ માતા ગંગા અને બાબા વિશ્વનાથને નમન કર્યા. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી હું પહેલી વાર કાશી આવ્યો છું. 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. તેમના શોકગ્રસ્ત પરિવારોના દુઃખ જોઈને મારું હૃદય પીગળી ગયું છે. મેં મારી પુત્રીઓના સિંદૂરનો બદલો લેવા માટે કાશીના મારા માલિકોને આપેલું વચન પૂર્ણ કર્યું છે. આ ફક્ત મહાદેવના આશીર્વાદથી જ શક્ય બન્યું. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું.

PM મોદીએ વિકાસના મુદ્દામાં ઝડપી વિકાસ માટે UP સરકારને અભિનંદન પાઠવ્યું, આ ઉપરાંત વિકાસ માટે ઘણી બધી કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટ કરી રહી છે.

વધુમાં PM મોદી શું બોલ્યા 

PM મોદીએ ટેરિફ મુદ્દા પર જણાવ્યું કે ભારત આ ટેરિફ ડરતુ નથી. આ ટેરિફનો અમે સામનો કરીશું, આ દરમિયાન રશિયા વિશે વાતમાં વધુ બહાર  આપીને કહ્યું કે ભારત હંમેશા સ્વદેશી વસ્તુઑને પ્રાથમિકતા આપશે. ભારત રશિયા પાસેથી તેલ લેવાનું બંધ નહીં કરે. PM મોદીએ કહ્યું ભારતમાં હથિયારોનું પણ ઉત્પાદન થશે. અને ભાવિ સૈનિકો પાસે પણ ભારતીય હથિયારો જોવા મળશે. છેલ્લે PM મોદીએ ” હર હર મહાદેવ “ના નર સાથે તેમના સંબોધનને વિરામ આપ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાહુલ ગાંધીની મોટી કબૂલાત : OBC હિતોનું રક્ષણ કરવામાં મેં ભૂલ કરી, RSS અને PM મોદી પર પ્રહારો કર્યા

આ પણ વાંચો:PM મોદી 23 થી 26 જુલાઈ દરમિયાન બે દેશો, યુકે અને માલદીવની રાજ્ય મુલાકાતે જશે

આ પણ વાંચો:PM મોદી UK-માલદીવ મુલાકાતે, FTA ડ્રાફ્ટ તૈયાર, સ્ટારમર સાથે વેપાર કરાર અંતિમ સ્વરૂપ