Gujarat News/ ગયા વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો

આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 16 ઇંચ અને કચ્છમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. અગાઉ 2016 માં 1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 9 ઇંચ અને કચ્છમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાત (Gujarat) માં ચોમાસા (Monsoon) ના સત્તાવાર આગમનને દોઢ મહિનો વીતી ગયો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદે ધ્મકેદાર બેટિંગ કરી છે. આ સાથેજ 1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર (Saurashtra) ના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. હાલમાં મોટાભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. આ વર્ષે 1ઓગસ્ટ સુધીમાં છેલ્લા 11 વર્ષના સરેરાશ વરસાદ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. જોકે, ચોમાસાના આગમનને હજુ સમય બાકી છે, તેથી આ ખાધ પૂરી થવાની શક્યતા છે. આ વર્ષે ગયા વર્ષ કરતાં ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર-કચ્છના ડેમોમાં પાણીનો સંગ્રહ વધ્યો છે.

છેલ્લા 11 વર્ષમાં 1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 16 ઇંચ અને કચ્છમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. અગાઉ 2016 માં 1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 9 ઇંચ અને કચ્છમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં 1 ઓગસ્ટ સુધીમાં થયેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 21 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલી, મોરબી અને કચ્છમાં સૌથી ઓછો 12 ઇંચ વરસાદ પડ્યો હતો.

1 ઓગસ્ટ, 2025 સુધીમાં સૌરાષ્ટ્રના 141 ડેમમાં66.18 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જે ગયા વર્ષે આ જ તારીખે માત્ર 51.54 ટકા હતો. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌરાષ્ટ્રના ડેમમાં 15 ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે.

1 ઓગસ્ટ, 2024 સુધીમાં કચ્છ જિલ્લાના 20 ડેમમાં 52.25 ટકા પાણીનો સંગ્રહ થયો હતો. તેની સરખામણીમાં આ વર્ષે 3 ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે, એટલે કે 55.21 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરથી ભારે પાણી આવી રહ્યું છે. આ કારણે ડેમના કુલ 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં લગભગ 3 લાખ 88 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી શકે છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ વર્ષે જૂનમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતના ડેમ ફરી જીવંત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત