બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જહોનસને ગુરુવારે ભારતીય મૂળના રાજકારણી ઋષિ સુનકને નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક આવી છે. આપને જણાવી દઇએ કે, સુનક એ ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. ઋષિ સુનક જહોનસન કેબિનેટમાં ભારતીય મૂળના બીજા ક્રમના સૌથી મોટા પ્રધાન છે. ભારતીય મૂળનાં પ્રીતિ પટેલ હાલમાં યુકેના ગૃહ પ્રધાન છે.
United Kingdom Prime Minister appoints Rishi Sunak as new Finance Minister: AFP News Agency
— ANI (@ANI) February 13, 2020
અગાઉ પાકિસ્તાની મૂળની સાજિદા જાવિદે નાણાં મંત્રાલય સંભાતા હતા. તેમણે તાજેતરમાં જ અનપેક્ષિત રીતે આ પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. જોહનસનનાં નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી ડિસેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ફરીથી સત્તા પર આવી અને વડા પ્રધાને આ વખતે તેમના પ્રધાનમંડળમાં એક મોટી ફેરબદલ કરી છે.
39 વર્ષીય સુનક હેમ્પશાયરમાં જન્મેલા છે, 2015 થી રિચમોન્ડ (યોર્કશાયર) ના સાંસદ છે. ગયા વર્ષે મુખ્ય સચિવ તરીકે ટ્રેઝરીમાં બઢતી પહેલાં તેઓ સ્થાનિક સરકારના વિભાગમાં જુનિયર મંત્રી હતા.
Three MP’s of Indian-origin have secured cabinet seats in the British Parliament; Rishi Sunak appointed the new Chancellor of the Exchequer, Alok Sharma appointed the new Business Secretary and Priti Patel stays Home Secretary. pic.twitter.com/R1pgZvZkgF
— ANI (@ANI) February 13, 2020
ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના ત્રણ સાંસદોએ બ્રિટીશ સંસદમાં કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે. ઋષિ સુનકની નાણામંત્રી તરીકો વરણી કરવામાં આવી છે. તો આલોક શર્માએ નવા બિઝનેસ સેક્રેટરી અને પ્રીતિ પટેલે ગૃહમંત્રી તરીકે બ્રિટીશ કેબિનેટ સ્થાન પ્રાપ્ત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
