Supreme Court/ સુપ્રીમ કોર્ટ સ્થાપના દિવસ પર CJI ચંદ્રચૂડે જૂના મિત્રો સાથે કરી મુલાકાત, બેચમેટ સાથેની જૂની યાદો તાજા કરી

સુપ્રીમ કોર્ટ માટે સોમવારનો દિવસ ખાસ હતો. સુપ્રીમ કોર્ટ સ્થાપના દિવસના અવસર પર CJI ચંદ્રચૂડ જૂના મિત્રોને ફરી મળ્યા. 40 વર્ષ બાદ કાયદા ક્ષેત્રના નિષ્ણાત ત્રણ મિત્રોની થઈ મુલાકાત.

Top Stories India
YouTube Thumbnail 2024 02 13T123502.550 સુપ્રીમ કોર્ટ સ્થાપના દિવસ પર CJI ચંદ્રચૂડે જૂના મિત્રો સાથે કરી મુલાકાત, બેચમેટ સાથેની જૂની યાદો તાજા કરી

સુપ્રીમ કોર્ટ માટે સોમવારનો દિવસ ખાસ હતો. સુપ્રીમ કોર્ટ સ્થાપના દિવસના અવસર પર CJI ચંદ્રચૂડ જૂના મિત્રોને ફરી મળ્યા. 40 વર્ષ બાદ કાયદા ક્ષેત્રના નિષ્ણાત ત્રણ મિત્રોની થઈ મુલાકાત. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ECJ) જસ્ટિસ હિલેરી ચાર્લ્સવર્થ અને વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠી સાથે જોવા મળ્યા હતા. ત્રણેય મિત્રો હાર્વર્ડ લો સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. લાંબા સમય બાદ આ ત્રણેય બેચમેટ સુપ્રીમ કોર્ટમાં સાથે જોવા મળ્યા હતા. કોર્ટમાં વિશેષ સુનાવણી દરમિયાન આ દ્રશ્ય જોવા મળ્યું હતું

સુપ્રીમ કોર્ટના સ્થાપના દિવસના અવસર પર 40 વર્ષ પહેલા હાર્વર્ડ લો સ્કૂલમાં ક્લાસમેટ રહેલ કાયદાના ત્રણ દિગ્ગજો એકસાથે જોવા મળ્યા હતા. આજે આ ત્રણેય પોતપોતાના ક્ષેત્રોમાં મોટા હોદ્દા ધરાવે છે. અમે વાત કરી રહ્યા છીએ CJI DY ચંદ્રચુડ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ હિલેરી ચાર્લ્સવર્થ અને વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીની. આ ત્રણેય હાર્વર્ડના 1983 બેચના વિદ્યાર્થીઓ હતા. બંનેને સ્થાપના દિવસના અવસર પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. CJI તેમના બે મિત્રોને ઉષ્માભેર મળ્યા અને પછી તે વિશેષ સુનાવણીનો પણ ભાગ બન્યા.

Capture 3 સુપ્રીમ કોર્ટ સ્થાપના દિવસ પર CJI ચંદ્રચૂડે જૂના મિત્રો સાથે કરી મુલાકાત, બેચમેટ સાથેની જૂની યાદો તાજા કરી

બેન્ચની અધ્યક્ષતા કરતી વખતે, CJI ચંદ્રચુડે સ્થાપના દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ અને તેમના જૂના બેચમેટ ICJ જસ્ટિસ ચાર્લ્સવર્થનું ઉષ્માભેર સ્વાગત કર્યું. ચીફ જસ્ટિસે બેન્ચમાં ICJ જજની હાજરી પર ખુશી વ્યક્ત કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ ખૂબ જ યાદગાર ક્ષણ છે, જ્યારે કાયદા ક્ષેત્રના ત્રણ દિગ્ગજ લગભગ 4 દાયકા પછી એક સાથે આવ્યા છે. ત્રણેય એક સાથે હોવાથી કોર્ટરૂમમાં ખુશીનો માહોલ હતો. ત્રણેય કાયદાના દિગ્ગજોએ તેમના કૉલેજ જીવનની વાતો યાદ કરી. CJIએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટના જજ માટે સુપ્રીમ કોર્ટમાં હોવું એ દુર્લભ બાબત છે.

CJI Reunion With old batchmates

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જજ ચાર્લ્સવર્થ અને પરાગ ત્રિપાઠીનો પણ આભાર માન્યો હતો. આ બેઠક સુનાવણી સાથે પૂરી થઈ ન હતી પરંતુ ત્રણેય વકીલો કોર્ટ પરિસરમાં ફરવા પણ નીકળ્યા હતા. ન્યાયાધીશ ચાર્લ્સવર્થે મહાત્મા ગાંધી અને ડૉ. બિમરાવ આંબેડકરના સ્મારકો પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મીડીયા રીપોર્ટ  અનુસાર, પરાગ ત્રિપાઠીએ કહ્યું કે કોર્ટરૂમમાં ચાર્લ્સવર્થની હાજરીથી તેઓ આશ્ચર્યચકિત થયા હતા. તેમણે વિચાર્યું ન હતું કે એવું ક્યારેય બનશે કે ત્રણેયને એક સાથે કેસમાં ભાગ લેવાની તક મળશે. તેમને તેના જૂના દિવસો યાદ આવ્યા. આ પ્રસંગે જસ્ટિસ ચાર્લ્સવર્થે કહ્યું કે તેઓ 40 વર્ષ પહેલા મળ્યા હતા. ત્યારે CJI ચંદ્રચુડ ખૂબ જ બુદ્ધિશાળી અને ઉદાર વ્યક્તિ તરીકે જાણીતા હતા. અમારા પરિવારે પણ મિત્રતાને મહત્વ આપ્યું છે અને તે ચાલુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ