India's diplomacy/ કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…

નૌ સેનાના એક પૂર્વ કર્મીએ કહ્યું છે કે, અમે પાછા ભારત આવવા આશરે 18 મહિના રાહ જોઈ હતી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના હસ્તક્ષેપ અને કતાર સાથેના સારા સંબંધોના પરિણામે આ શક્ય બન્યું છે, તેમના પ્રયત્નોથી અમે આ દિવસ જોઈ……..

Top Stories World
Beginners guide to 31 કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું...

Qatar News: કતારમાં (Qatar) સજા કાપી રહેલા 8 ભારતીયોને (Indians) છોડી દેવામાં આવ્યા છે. 8 ભારતીય નૌ સેનાનાં (Indian Navy) પૂર્વ કર્મીઓ પર જાસૂસીના (Spy) આરોપો મૂકી મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારત સરકારના વિદેશ મંત્રાલયે 7 લોકો પોતાના વતને પરત ફર્યા છે તેની જાણકારી આપી છે. નૌ સેનાના પૂર્વ કર્મચારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

India Qatar spy: MEA Jaishankar meets families of 8 Indians detained in Qatar, says govt working on their release - The Economic Times

નૌ સેનાના એક પૂર્વ કર્મીએ કહ્યું છે કે, અમે પાછા ભારત આવવા આશરે 18 મહિના રાહ જોઈ હતી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના હસ્તક્ષેપ અને કતાર સાથેના સારા સંબંધોના પરિણામે આ શક્ય બન્યું છે, તેમના પ્રયત્નોથી અમે આ દિવસ જોઈ શક્યા છીએ. તો અન્ય કર્મી જણાવ્યું કે, પીએમ મોદીની દખલગીરી વગર આ સંભવ ન હોત. સતત પ્રયાસોથી જ આ કામ પાર પાડી શકાયું છે. અમે સુરક્ષિત રીતે ઘર પાછા ફર્યા છે, ખૂબ જ ખુશી થઈ રહી છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર કહું છું. તેમજ કતાર (Qatar)ના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને પણ ધન્યવાદ કહુ છું.

Who are 8 ex-Indian Navy personnel sentenced to death and what were they doing in Qatar? | Mint

બીજા એક પૂર્વ કર્મીએ કહ્યું હતું કે, અમે અને અમારો પરિવાર ઘણા લાંબા સમયથી જેલમાંથી મુક્ત થવાની રાહ જોઈ રહ્યાં હતા. આ બધુ પીએમ મોદીની મહેનતના કારણે થયું છે. તેમના કારણે અમે જેલમાંથી છૂટા થયા.

કતારમાં (Qatar) 8 ભારતીયો કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેદું તિવારી, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, સેઈલર રાગેશના નામ હતા. આ પહેલા ભારત સરકારે ફાંસીની સજાને રોકવા કતારને અરજી કરી હતી, જેમાં કતારે હામી ભરી હતી.

શું હતો સમગ્ર મામલો

ખાનગી કંપની અલ દાહરા (Al Dahra) સાથે કામ કરવાવાળા ભારતીયોને ઓગસ્ટ 2022માં ધરપકડ કરાઈ હતી. કાર્યવાહી જાસૂસ છે તે રીતે કરવામાં આવી હતી. નૌ સેનાના પૂર્વ કર્મીઓને 26 ઓક્ટોબર 2023ના રોજ મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારત સરકારે તે વખતે કાયદાકીય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

 

 

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…