Not Set/ ૩૬ વર્ષીય દલિત મહિલાનો દાવો, કર્યા સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન

સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ રાજ્યભરમાં હિંસક વિરોધ થયા હતા. હાલમાં મળેલા સમાચાર પ્રમાણે કેરળની એક ૩૬ વર્ષીય દલિત મહિલાએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે તેવો દાવો કર્યો છે.બુધવારે આ મહિલાએ દાવો કર્યો છે કે પોતે સબરીમાલા મંદિરમાં ગઈ હતી અને ભગવાન અયપ્પાના દર્શન પણ કર્યા હતા.મુખ્યમંત્રી કાર્યાલય અને પોલીસે દલિત મહિલાના આ દાવાનું […]

Top Stories India Trending
manju ૩૬ વર્ષીય દલિત મહિલાનો દાવો, કર્યા સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન

સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ રાજ્યભરમાં હિંસક વિરોધ થયા હતા.

હાલમાં મળેલા સમાચાર પ્રમાણે કેરળની એક ૩૬ વર્ષીય દલિત મહિલાએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે તેવો દાવો કર્યો છે.બુધવારે આ મહિલાએ દાવો કર્યો છે કે પોતે સબરીમાલા મંદિરમાં ગઈ હતી અને ભગવાન અયપ્પાના દર્શન પણ કર્યા હતા.મુખ્યમંત્રી કાર્યાલય અને પોલીસે દલિત મહિલાના આ દાવાનું ખંડન કર્યું છે કે તે મંગળવારે મંદિરમાં ગઈ હતી.

ચતન્નુરની રહેવાસી મંજુએ ફેસબુક પર પોસ્ટ લખીને દાવો કર્યો હતો કે તેણે સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા અને કોઈ ભક્ત દ્વારા તેનો વિરોધ નહતો કરવામાં આવ્યો. વધુમાં તેણે લખ્યું છે કે તેણે એક ૫૦ વર્ષની ઘરડી મહિલાનો વેશ ધારણ કરીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ મહિલાએ તેનો ફોટો પણ શેર કર્યો છે.

મહિલાએ દાવો કર્યો છે કે મેં મંદિરના પરિસરમાં આશરે ૨ કલાક જેટલો સમય વિતાવ્યો છે. મેં અખિલ ભારત અયપ્પા સેવા સંગમના સદસ્યોની મદદ માંગી હતી જેમણે મને મંદિર પહોચવામાં મદદ કરી હતી.

તમને જણાવી દઈએ કે મંજુ એ ૨૦ મ્હીલોમાની એક છે જેણે ઓક્ટોમ્બર મહિનામાં પ્રવેશ કરવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે પ્રવેશી શકી ન હતી.

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.

મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.

બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની મંદિરની પરંપરા તૂટી ગઈ છે જેમાં મહિલાઓને આવતા પીરીયડસને લીધે ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક મહિલાના પ્રવેશને મંજુરી આપી દીધી હતી.