Heartbreaking/ ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

બાળકનો જન્મ છતાં 3 વર્ષના માસૂમ બાળકને માતા સાસરીમાં છોડીને પિયર જતી રહી છે. શ્રીકાન્તભાઈના લગ્ન સીમાબહન પટેલ સાથે ડિસેમ્બર, 2014માં થયા હતા. તેમનું લગ્નજીવન………..

Top Stories Gujarat
Beginners guide to 27 ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું...

Gandhinagar News:  દરેક વ્યક્તિ માટે માતા (Mother) વિનાના જીવનની કલ્પના કરવી અશક્ય છે, પછી એ બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય! ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર. આ કહેવત આપણે ઘણી જગ્યાએ વાંચી કે સાંભળી હશે. માતા છે ત્યાં સુધી બાળક પૃથ્વી પર એકલું હોય તેવું તે કદી અનુભવ કરતો નથી. જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો જ માતાનો હોય છે. પરંતુ જો જનની જ નિષ્ઠુર બને તો! માતા જો મમતાને કોરાણે મૂકે તો એના બાળકનું શું? હા, આવો હ્રદયદ્રાવક કિસ્સો (Hearttbreaking story) ગાંધીનગરના માણસામાં (Manasa)જોવા મળ્યો છે. એક માતા જે પોતાનું લગ્નજીવન સુખેથી (Happy Married Life) ચાલતું હોવા છતાં અસ્થિર બાળકને (Mentally Unstable)જન્મ આપતાં તેને તરછોડીને પિયર જતી રહી છે.

WhatsApp Image 2024 02 11 at 9.55.53 AM ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું...

આ કિસ્સો છે ગાંધીનગર (Gandhinagar) જીલ્લાના માણસા તાલુકાનો. મંડાલી (વિહાર)માં રહેતા સીમાબહેન અને શ્રીકાન્તભાઈ પટેલને 2017માં અસ્થિર બાળકનો જન્મ છતાં 3 વર્ષના માસૂમ બાળકને માતા સાસરીમાં છોડીને પિયર જતી રહી છે. શ્રીકાન્તભાઈના લગ્ન સીમાબહન પટેલ સાથે ડિસેમ્બર, 2014માં થયા હતા. તેમનું લગ્નજીવન શાંતિથી અને સુખી ચાલતું હતું. સંયુક્ત કુટુંબમાં રહેતા આ પરિવારને ત્યાં 2017માં ક્રિશિવ નામનો પુત્રનો જન્મ થયો હતો. જન્મ બાદ પરિવારને માલૂમ પડ્યું કે બાળક મંદબુદ્ધિનો છે, તે જાતે ચાલી શકતો નથી, બેસી શકતો નથી, કે નથી બોલી શકતો. આવા કપરાં સમયે બાળકને એક માતાની તાતી જરૂર હોય છે.

WhatsApp Image 2024 02 11 at 9.57.06 AM ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું...

બાળકને માતાની હૂંફ હોઈ પિતા શ્રીકાન્તભાઈ પટેલે પત્ની સીમાબહેનને પિયરથી સાસરીમાં બોલાવવાના અગણિત પ્રયાસો કર્યા હતા. તેમ છતાં સીમાબહેને ઘરે પાછું આવવાનું સુદ્ધાં નકારતાં પિતાએ આખરે કંટાળીને ગાંધીનગર કોર્ટમાં બાળકની માતા તરીકેની ફરજો બજાવવા અરજી કરી છે. અરજદારના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તેમની પત્નીએ પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ ઘરેલું હિંસાની (Doemestic Violence) ખોટી ફરિયાદ દાખલ (False Complain) કરી હતી.

બાદમાં પોલીસ તપાસમાં સમગ્ર મામલો પાયોવિહોણો હોવાનું સાબિત થયો હતો. ત્યારપછી માતાએ સ્વીકાર્યું કે તે તેના પુત્રની જવાબદારી લેવા તૈયાર નથી. બીમાર ક્રિશિવ (Krishiv)ની સારવાર તેના સાસરીવાળા કરી રહ્યાં છે. આંસુ સારતા લાચાર પિતાએ કહ્યું હતું કે, મહિલા છેલ્લા 1 વર્ષથી પોતાના પિયર જતી રહી છે. માતા વગર બાળક ઓસિયાળું જીવન જીવી રહ્યો છે. હાલ બાળકને કુકરવાડા સરકારી હોસ્પિટલમાં ફિજીયોથેરાપિસ્ટની સારવાર અપાઈ રહી છે. બાળકને માતાના પ્રેમ (Love), મમતા અને હૂંફ તેમજ સારસંભાળ (Care)ની ખૂબ જ જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…