Jamnagar/ જામનગરના પ્રખ્યાત જૈન વિજય કચોરી વાળા 24 વર્ષીય યુવાન સુમિત પઢિયારનું હાર્ટ એટેકથી મોત

રજનીશ નાગડ – પ્રતિનિધિ, જામનગર

Top Stories Gujarat Others
હાર્ટ એટેક જામનગર

જામનગરઃ છેલ્લા ઘણા સમયથી યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે ત્યારે જામનગરમાં વધુ એક યુવકનું હાડ બેસી જતા 24 વર્ષીય યુવાનનું મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન થયો છે.

જામનગર શહેરના પ્રખ્યાત જૈન વિજય કચોરી વાળા 24 વર્ષીય યુવાન સુમિતભાઈ પઢીયાર દુકાનમાં કામ કરતી વેળાએ એકાએક જમીન પર ઢળી પડ્યા હતા. અચાનકથી બેભાન થયેલા યુવકને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને હાર્ટ બેસી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

સમગ્ર રાજ્યમાં જ્યારે યુવાઓમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓ ચિંતાનો વિષય બની રહ્યો છે. જામનગર શહેરમાં થોડા સમય પહેલા એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું ત્યારે ફરીથી આ પ્રકારનો કિસ્સો સામે આવતા યુવા વર્ગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. છાતીમાં દુખાવો કે પછી ગભરામણ થવી તેવી બાબતોને જરાય પણ નજર અંદાજ કર્યા વિના તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો એ અત્યંત જરૂરી છે.


આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે આપી મોટી ભેટ,મહિલાઓને રોડવેઝ બસમાં મફત મુસાફરી

આ પણ વાંચોઃ  પંજાબના લુધિયાણામાં એન્કાઉન્ટર, 2 ગેંગસ્ટાર ઠાર,પોલીસ અધિકારી ઘાયલ

આ પણ વાંચોઃ નેપાળમાં પ્રથમ સમલૈંગિક લગ્ન નોંધાયા,દક્ષિણ એશિયામાં આવા લગ્ન કરનાર પ્રથમ દેશ બન્યો