UPI transaction/ RBIની ભેટ, UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધીને ₹5 લાખ થઈ

UPI પેમેન્ટને લઈને રાહતા RBIએ UPI ટ્રાન્ઝેક્શન માટે ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે.

Top Stories Business
WhatsApp Image 2023 12 08 at 3.59.04 PM RBIની ભેટ, UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધીને ₹5 લાખ થઈ

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય સમીક્ષા બેઠક બાદ રેપો રેટની જાહેરાત કરી છે. RBIએ સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર વ્યાજ દરો સ્થિર રાખ્યા છે. ભલે લોકોને વ્યાજ દરમાં ઘટાડાનો લાભ મળ્યો નથી, પરંતુ UPI ટ્રાન્ઝેક્શનને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. RBIએ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (RBI) પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી છે. UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

દેશમાં UPI વ્યવહારો સતત વધી રહ્યા છે. દર મહિને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી રહી છે. તેને જોતા RBIએ મોટી રાહત આપી છે. રિઝર્વ બેંકે UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા હવે 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. RBIએ યુપીઆઈ ઓટો પેમેન્ટની મર્યાદા વધારવાની દરખાસ્ત કરી છે.

RBIના આ નિર્ણયથી માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને જ ફાયદો થશે. આ જગ્યાઓ પર તમે UPI દ્વારા 5 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકો છો. આમ કરવાથી UPI ના ઉપયોગને પ્રોત્સાહન મળશે. લોકો UPI દ્વારા હોસ્પિટલો અને શાળા-કોલેજોની ફી સરળતાથી ચૂકવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ અંગે કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકે રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. RBIના આ નિર્ણયથી સસ્તી લોનને લઈને લોકોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: