Not Set/ યૌન શોષણ મામલે CJIને મળી ક્લિનચીટ, SCની પેનલે આરોપો કર્યા રદ્દ

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર એક પૂર્વ મહિલા કર્મચારીનાં લગાવવામાં આવેલા આરોપોને ઇનહાઉસ કમીટીએ રદ્દ કરી દીધો છે. તપાસ સમિતીએ કહ્યુ છે કે, મહિલાનાં આરોપોમાં કોઇ તથ્ય નથી. આ સાથે ઇનહાઉસ કમીટીની રિપોર્ટ પણ હવે સાર્વજનિક કરવામાં નહી આવે. સમિતીનું કહેવુ છે કે, મહિલા પોતાના આરોપોને સિદ્ધ કરવા માટે અપેક્ષિત પુરાવા રજૂ કરી શકી નથી. […]

Top Stories India Politics
c0bf6e46 6b60 11e9 a209 d58467516656 1556648497783 1556648591491 યૌન શોષણ મામલે CJIને મળી ક્લિનચીટ, SCની પેનલે આરોપો કર્યા રદ્દ

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર એક પૂર્વ મહિલા કર્મચારીનાં લગાવવામાં આવેલા આરોપોને ઇનહાઉસ કમીટીએ રદ્દ કરી દીધો છે. તપાસ સમિતીએ કહ્યુ છે કે, મહિલાનાં આરોપોમાં કોઇ તથ્ય નથી. આ સાથે ઇનહાઉસ કમીટીની રિપોર્ટ પણ હવે સાર્વજનિક કરવામાં નહી આવે. સમિતીનું કહેવુ છે કે, મહિલા પોતાના આરોપોને સિદ્ધ કરવા માટે અપેક્ષિત પુરાવા રજૂ કરી શકી નથી.

ઉલ્લેખનીય છે કે, એક પૂર્વ મહિલા કર્મચારીએ સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પર યૌન ઉત્પીડનનાં આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ગઠિત કરવામાં આવેલી ત્રણ સદસ્યીય ઇન હાઉસ સમિતીનાં જસ્ટીસ એસએ, બોબડે, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ ઇંદિરા બેનર્જીની પેનલએ તે નિર્ણય સંભળાવ્યો. સુપ્રિમ કોર્ટે પ્રેસ રિલીઝ જાહેર કરી કહ્યુ કે, ઇન હાઉસ પેનલની તપાસનાં તથ્યોને સુપ્રિમ કોર્ટનાં 2003નાં નિયમો મુજબ સાર્વજનિક કરી ન શકાય.