Not Set/ ગઢડાનું પરિણામ આખરે આવ્યુ સામે, દેવપક્ષનો થયો ભવ્ય વિજય, આચાર્યપક્ષને અસંતોષ, જશે કોર્ટમાં

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર દેવપક્ષનો વિજય થઇ ગયો હોવાનુ સામે આવી રહ્યુ છે. દેવપક્ષ તરફથી જાહેરાત કરવામાં આવી રહી છે કે તેેમનો ભવ્ય વિજય થયો છે. જો કે તેમનો પક્ષ રાખતા સ્વામીજીએ થોડી રાહ જોવાનુ પણ કહ્યુ છે.સ્વામીજીનું કહેવુ છે કે, થોડી ક્ષણોમાં હરજીવન સ્વામી બહાર આવશે અને ત્યાર બાદ સમગ્ર માહિતી પણ બહાર […]

Top Stories Gujarat Others
WhatsApp Image 2019 05 06 at 7.11.26 PM ગઢડાનું પરિણામ આખરે આવ્યુ સામે, દેવપક્ષનો થયો ભવ્ય વિજય, આચાર્યપક્ષને અસંતોષ, જશે કોર્ટમાં

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર દેવપક્ષનો વિજય થઇ ગયો હોવાનુ સામે આવી રહ્યુ છે. દેવપક્ષ તરફથી જાહેરાત કરવામાં આવી રહી છે કે તેેમનો ભવ્ય વિજય થયો છે. જો કે તેમનો પક્ષ રાખતા સ્વામીજીએ થોડી રાહ જોવાનુ પણ કહ્યુ છે.સ્વામીજીનું કહેવુ છે કે, થોડી ક્ષણોમાં હરજીવન સ્વામી બહાર આવશે અને ત્યાર બાદ સમગ્ર માહિતી પણ બહાર આવશે.

WhatsApp Image 2019 05 06 at 7.17.26 PM ગઢડાનું પરિણામ આખરે આવ્યુ સામે, દેવપક્ષનો થયો ભવ્ય વિજય, આચાર્યપક્ષને અસંતોષ, જશે કોર્ટમાં

આચાર્ય પક્ષ આરોપ મુકી રહ્યુ છે તે સવાલનો જવાબ આપતા સ્વામીજીએ કહ્યુ કે, આચાર્ય પક્ષ જે પણ આરોપો મુકે તેની સામે અમે જોતા નથી. તેમણે કહ્યુ કે, સવારથી જ મીડિયા સમક્ષ આરોપ થઇ રહ્યા હતા. અમે વર્ષોથી આરોપ સામે લડી રહ્યા છીએ. સ્વામીજીએ કહ્યુ કે, તેઓ આરોપો કરતાે હતા એટલે જ વિજય થયો છે. સવારથી કાગડોળે જે રીતે સંત્સગીઓ રાહ જોઇને બેઠા હતા તે આખરે પૂરો થયો હોય તેેવુ પણ સામે આવી રહ્યુ છે.

WhatsApp Image 2019 05 06 at 7.14.46 PM ગઢડાનું પરિણામ આખરે આવ્યુ સામે, દેવપક્ષનો થયો ભવ્ય વિજય, આચાર્યપક્ષને અસંતોષ, જશે કોર્ટમાં

સમગ્ર પરિણામ મુદ્દે એસપી સ્વામીનું મોટું નિવેદન સામે આવી રહ્યુ છે. આ સમગ્ર પરિણામને લઇને એસપી સ્વામીએ કહ્યુ કે, આ પરિણામથી અમને બિલકુલ સંતોષ નથી. અમે આ મુદ્દે લીગલ કાર્યવાહી કરીશુ. જ્યા આચાર્ય પક્ષ જીતનો વિશ્વાસ રાખી બેઠુ હતુ ત્યારે સંતોષજનક પરિણામ ન રહેતા હવે સમગ્ર મામલો કોર્ટમાં જશે તેવુ હવે સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

WhatsApp Image 2019 05 06 at 7.11.26 PM 3 1 ગઢડાનું પરિણામ આખરે આવ્યુ સામે, દેવપક્ષનો થયો ભવ્ય વિજય, આચાર્યપક્ષને અસંતોષ, જશે કોર્ટમાં

મત ગણતરીનાં આંકડાઓ પર નજર કરવામાં આવી રહી છે. પરિણામ અંગે આચાર્ય પક્ષ નાખુશ દેખાઇ રહ્યા છે . આચાર્ય પક્ષનું કહેવુ છે કે, પરિણામ જાહેર કરવાની રીત પણ તદ્દન ખોટી છે. આ પરિણામ પહેલાથી તૈયાર કરવામાં આવેલુ પરિણામ હાલમાં દેખાઇ રહ્યુ છે. શું પરિણામને ક્યારે હાથથી જાહેર કરી શકાય ખરા?  દેવપક્ષનું કહેવુ છે કે, જ્યા સુધી ઇલેક્શન ઓથોરિટી જાહેર ન કરે ત્યા સુધી પરિણામની ખરાઇ ન કરી શકાય. વધુમાં કહ્યુ કે, આ ચુંટણીમાં ઘણા લોકોનાં નામ મતદાર યાદીમાં જ નથી.

જીતને લઇને દેવપક્ષનાં સમર્થકોએ આ ખુશીની ઉજવણી કરવાની શરૂ કરી દીધી છે.