ઘુષણખોરી/ કેનેડાથી અમેરિકા જતાં મહેસાણાના ચાર ઝડપાયા, ગુજરાત પોલીસે શરુ કરી તપાસ

કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ચાર ભારતીયોની કેનેડા-યુએસ બોર્ડર પર ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Others
કેનેડાથી

અમેરિકા જવાનું ઘેલું ગુજરાતીઓને કેવું છે તે સહુ જાણે છે, લોકો જીવ જોખમમાં મુકી, દેવા કરીને પણ અમેરિકા જવા મળે તો તે કરવા પણ તૈયાર હોય તેમની સંખ્યા ઘણી મોટી છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ચાર ભારતીયોની કેનેડા-યુએસ બોર્ડર પર ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેઓ IELTSમાં 8 બેન્ડ છતાં ઇંગ્લિશ ન બોલી શકતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યો છે. ગુજરાત પોલીસના સૂત્રોનું માનીએ તો, જુલાઈમાં ઉત્તર ગુજરાતના સાત યુવકો અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશતી વેળાએ અમેરિકન ઈમિગ્રેશન અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા.

પકડાયેલા યુવકોને અમેરિકાની કોર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કોર્ટમાં રજૂ કરતા કાર્યવાહી દરમિયાન આ યુવકો અંગ્રેજી  બોલી શક્યા નહોતા. ચોંકાવનારી વાત એ છે કે, IELTSમાં 8 બેન્ડ હોવા છતાં યુવાનો અંગ્રેજીમાં વાત કરી શક્યા નહોતા. 8 બેન્ડ વાળા યુવકો અંગ્રેજી ન બોલી શકતા ભાંડો ફૂટી ગયો હતો. જે બાદ હવે IELTSમાં 8 બેન્ડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સાતેય યુવકો વાયા ક્યુબેક થઈને ન્યૂયોર્કમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમની ઉંમર 20-25 વર્ષ જેટલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ યુવકો ગાંધીનગર તેમજ મહેસાણાના નિવાસી છે, જેઓ જુલાઈના બીજા સપ્તાહમાં કેનેડા જવા નીકળ્યા હતા, જ્યાંથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાનો તેમનો પ્લાન હતો.

અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કર્યા બાદ મહેસાણા પોલીસને જાણ કરાઇ હતી. જે બાદ મહેસાણા એસપીએ એસઓજી પોલીસને તપાસ સોંપતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. IELTS પરીક્ષા અને એજન્ટોની તપાસ કાર્યવાહી હાથ ધરાઇ છે. અંગ્રેજી ન આવડતું હોવા છતાં 8 બેન્ડ કેવી રીતે આવ્યા તે અંગે પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા કલોલના ડિંગુચા ગામના જગદીશભાઈ પટેલ, તેમની પત્ની વૈશાલી, અને તેમના બે બાળકોમાં પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક ગેરકાયદેસર રીતે અમેરિકા જઇ રહ્યા હતા. કેનેડાથી અમેરિકા જતી વખતે આ પરિવાર રસ્તામાં તેમના ગ્રૂપથી છૂટા પડી ગયા હતા. અને રસ્તો ભૂલી જતા તેમના પરિવારનું માઇનસ 35 ડીગ્રી તાપમાનમાં થીજી જવાને કારણે મોત થયું હતું.

આ પણ વાંચો:દિલ્હીમાં સ્કૂલ કેબ ડ્રાઈવરોની હડતાળ, 6 લાખ બાળકોને સમસ્યા થશે

આ પણ વાંચો:જયશંકરે ભણાવ્યો પાઠ, 1 ફૂટ દૂર બેઠેલા પાક. વિદેશ મંત્રી સાથે વાત પણ નાં કરી 

આ પણ વાંચો:ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ, ૮૧ તળાવો AMCને જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા