Not Set/ video: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ક્યાંક ધીમી ધાર તો ક્યાંક જળબંબાકાર

ગુજરાત, ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી હતી. સવારથી અવિરતપણે ધોધમાર પડી રહેલા વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. દહેગામમાં વહેલી સવારથી વરસાદની એન્ટ્રી થઇ જતા 6 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી..અરવલ્લી પંથકના માલપુર ઉભરાણમાં તેમજ બાયડના સાઠબા અને ડેમાઈ પંથકમાં પણ […]

Top Stories Gujarat Others Trending Videos
rain 7 video: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ક્યાંક ધીમી ધાર તો ક્યાંક જળબંબાકાર

ગુજરાત,

ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી હતી. સવારથી અવિરતપણે ધોધમાર પડી રહેલા વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. દહેગામમાં વહેલી સવારથી વરસાદની એન્ટ્રી થઇ જતા 6 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી..અરવલ્લી પંથકના માલપુર ઉભરાણમાં તેમજ બાયડના સાઠબા અને ડેમાઈ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઇ હતી.

બોટાદમાં મેઘરાજાની કૃપા વરસતા ધરતીપુત્રોના ખેતીના પાકને જીવતદાન મળ્યું હતું. તો વડોદરામાં પણ ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને શહેરીજનોએ હાલાકી ભોગવી હતી.