Abdasa-rain/ રવિવારે કચ્છના અબડાસામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ

રવિવારે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ હતુ અને વરસાદી માહોલ હતો. તેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં ખાબક્યો છે. કચ્છના અબડાસામાં અડધો દિવસ થયો ત્યાં સુધીમાં પાંચ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

Top Stories Gujarat
Rain Gujarat રવિવારે કચ્છના અબડાસામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ

રવિવારે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ Abdasa-Rain હતુ અને વરસાદી માહોલ હતો. તેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં ખાબક્યો છે. કચ્છના અબડાસામાં અડધો દિવસ થયો ત્યાં સુધીમાં પાંચ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. તેમાં પાટણના સાંતલપુરમાં ત્રણ ઈંચ, મોરબીમાં બે ઈંચ, રાપર અને ચોટીલામાં બે ઈંચ વરસાદ આવ્યો છે. ભિલોડા, દહેગામ અને ધનસુરામાં 1.7 ઈંચ વરસાદ સાથે ભુજ, વડગામ અને ચુડામાં 1.5 ઈંચ તથા રાજકોટ, વિજયનગર અને ગાંધીધામમાં એક ઈંચ વરસાદ આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈ Abdasa-Rain હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે. જેમાં ત્રણ કલાક માટે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. તેમાં ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ અનેક વિસ્તરોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, Abdasa-Rain સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં પવન સાથે ભારે વરસાદ રહેશે. તથા ખેડા, દાહોદ, આણંદ, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, પંચમહાલ, મહીસાગરમાં વરસાદ રહેશે. તથા છોટા ઉદેપુર, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિત વિસ્તારોમાં વરસાદ છવાયો છે. ગુજરાત રાજ્યમાં 10 વાગ્યા સુધી 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

 

આ પણ વાંચોઃ Rajasthan Politics/ રાજસ્થાન કોંગ્રેસનો મતભેદ? ગેહલોત-પાયલોટ વચ્ચે ‘ડીલ’! આ નિવેદનથી મળ્યા સંકેતો

આ પણ વાંચોઃ Heavy Rain/ દિલ્હીમાં 41 વર્ષ બાદ રેકોર્ડ વરસાદ, કેજરીવાલે મંત્રીઓ અને અધિકારીઓની રજાઓ રદ્દ કરી, કરશે સ્થળ નિરીક્ષણ

આ પણ વાંચોઃ અમદાવાદ/   ક્રુઝ બન્યું વિવાદનું કારણ,  ભાજપના ધારાસભ્યએ AMC કમિશ્નરને લખ્યો પત્ર

આ પણ વાંચોઃ Amarnath Yatra News/  અમરનાથ યાત્રા ફરી રદ્દ, ખરાબ હવામાન ભક્તો માટે મુસીબત

આ પણ વાંચોઃ Netherlands PM Resigned/  નેધરલેન્ડમાં પીએમ માર્ક રુટે રાજીનામું આપ્યું, દેશની ઇમિગ્રેશન નીતિ પર વિવાદ વધ્યો