Surat/ SMCની બસ સેવા થઈ ખખડધજ, વરાછામાં એક સાથે બે સીટી બસ પડી બંધ

સુરતમાં વરાછા વિસ્તારના મીની બજાર ખાતે એક સાથે બે સીટી બસ બંધ થઈ હતી. એટલે કે બ્લુ કલરની બંને બસો એક સાથે બંધ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Gujarat Surat
Mantavyanews 49 3 SMCની બસ સેવા થઈ ખખડધજ, વરાછામાં એક સાથે બે સીટી બસ પડી બંધ

@અમિત રૂપાપરા 

Surat News: સુરત મહાનગરપાલિકાની બસ સેવા મેન્ટેનન્સને લઈને અવારનવાર વિવાદમાં આવે છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતના લોકોને સરળતાથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે એટલા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS અને સીટી બસનું સંચાલન કરવામાં આવે છે પરંતુ સુરત મહાનગરપાલિકાની આ બસ સેવા ખખડધજ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અવાર નવાર સીટી બસ કે BRTS બસ રસ્તા વચ્ચે બંધ થઈ હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ઘણી વખત એક બસ દ્વારા જ બીજી બસને ધક્કો મારવામાં આવ્યો હોવાના કિસ્સા પણ સામે આવે છે.

Untitled 42 7 SMCની બસ સેવા થઈ ખખડધજ, વરાછામાં એક સાથે બે સીટી બસ પડી બંધ

સુરતમાં વરાછા વિસ્તારના મીની બજાર ખાતે એક સાથે બે સીટી બસ બંધ થઈ હતી. એટલે કે બ્લુ કલરની બંને બસો એક સાથે બંધ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ રસ્તા પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મહત્વની વાત છે કે, સુરતના અલગ અલગ રસ્તાઓ પર આ જ પ્રકારે બંધ થયેલી સીટી બસ અવારનવાર જોવા મળે છે અને સીટી બસ રસ્તા પર બંધ થયા બાદ કલાકો સુધીએ જ જગ્યા પર પડી રહે છે અને ત્યારબાદ આ બસને ટોઈંગ કરવામાં આવે છે. ઘણી વખત તો બસ દ્વારા જ બીજી બસને પાછળથી ધક્કો મારવામાં આવે છે એટલે કહી શકાય કે મેન્ટેનન્સના અભાવે સુરતના લોકોને બસમાં મુસાફરી કરવી પણ હવે અઘરી થઈ છે.

Untitled 42 8 SMCની બસ સેવા થઈ ખખડધજ, વરાછામાં એક સાથે બે સીટી બસ પડી બંધ

લોકો સુરત મહાનગરપાલિકાની બસ સેવાનો ઉપયોગ ખૂબ જ વધારે કરે છે પરંતુ સીટી બસોનું મેન્ટેનન્સ સમયસર ન થયું હોવાના કારણે ઘણી વખત રસ્તા વચ્ચે બસ બંધ થતાં લોકોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવે છે. ત્યારબાદ અન્ય બસમાં આ તમામ લોકોને બેસાડવામાં આવે છે અને તેના જ કારણે પેસેન્જર ઓવરલોડિંગ ભરવામાં આવતા હોવાના કિસ્સા પણ સામે આવે છે. આવી જ ઘટનાઓમાં ઘણી વખત લોકોને લટકીને મુસાફરી કરવું પડતું હોય તેવું પણ સામે આવી છે. ત્યારે હાલ જે તે એજન્સીને સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક આપવામાં આવ્યો છે તે એજન્સી કઈ પ્રકારે બસનું મેન્ટેનન્સ કરી રહી છે તેને લઈને પણ સવાલો છે. કારણ કે અવારનવાર બસો બંધ થઈ રહી છે અને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

Untitled 42 9 SMCની બસ સેવા થઈ ખખડધજ, વરાછામાં એક સાથે બે સીટી બસ પડી બંધ

સુરત મહાનગરપાલિકા દ્વારા અવારનવાર રસ્તા પર બંધ પડતી BRTS કે સીટી બસોની ઘટનાને ગંભીરતાથી લઈ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આગામી દિવસોમાં જ જાણવા મળશે. હાલ તો આ ખખડધજ બસ સેવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે બસ બંધ થતા બસમાં રહેલા પેસેન્જર મુશ્કેલીમાં મુકાય છે. ત્યારબાદ બંધ થયેલી બસ રસ્તા વચ્ચે જ પડી રહેતા લોકોને પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર