Gujarat Election/ આ દિગ્ગજ અને દબંગ નેતાએ આપ્યું વિવાદિત નિવેદન,’મારા કાર્યકરોનો કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ’

મારા કાર્યકરોને કોઇનાથી ડરવાની જરૂર નથી. હજુપણ હું બાહુબલી જ છું. જો કોઇ મારા કાર્યકર્તાઓનું કોલર પકડશે તો હું ઘરમાં જઇને ગોળી મારી દઇશ

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
11 12 આ દિગ્ગજ અને દબંગ નેતાએ આપ્યું વિવાદિત નિવેદન,'મારા કાર્યકરોનો કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ'
  • વડોદરાઃ મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન
  • વાઘોડિયાના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર છે
  • ફોર્મ ભરતા સમયે રેલી કાઢતા સમયે આપ્યું નિવેદન
  • મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી
  • હું હજી પણ બાહુબલી છુઃ મધુ શ્રીવાસ્તવ
  • મારા કાર્યકરની કોલર પકડશે, ઘરમાં જઈ ગોળી મારી દઈશ
  • મધુ શ્રીવાસ્તવએ ફરી વખત પોતાની દબંગાઈ દેખાડી
  • મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ દિવસે વડાેદરાના વાઘોડિયા બેઠક માટે બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવે  અપક્ષ ફોર્મ ભરવા જતા પહેલા વિવાદિત નિવેદન આપ્યું છે.મધુ શ્રીવાસ્તવે ફોરમ ભરતા જતા પહેલા રેલીમાં વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શ્રીવાસ્તવે કહ્યું કે મારા કાર્યકરોને કોઇનાથી ડરવાની જરૂર નથી. હજુપણ હું બાહુબલી જ છું. જો કોઇ મારા કાર્યકર્તાઓનું કોલર પકડશે તો હું ઘરમાં જઇને ગોળી મારી દઇશ. બાહુબલી તરીકે જાણીતા નેતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર દબંગાઇ કરી હતી.આ નિવેદન મામલે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ 2017માં ભાજપમાંથી ચૂંટણી લડયા હતા અને જીત્યા હતા પણ આ વખતે ભાજપ હાઇકમાન્ડે તેમની ટિકટિ કાપી નાંખતા તે ભારે નારાજ ચાલી રહ્યા હતા અને પાર્ટી વિરૂદ્વ બગાવત પર ઉતરી આવ્યા છે. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે રેલી દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું.