Air Defense Missile System/ ભારત પર હૂમલો થાય તો શું રક્ષાકવચ કામ કરી શકશે

ભારતમાં કેટલાય સ્તરે કામ કરી શકે તેની એર ડિફેન્સ સિસ્ટમ છે

Top Stories India
Beginners guide to 2024 04 15T184635.108 ભારત પર હૂમલો થાય તો શું રક્ષાકવચ કામ કરી શકશે

New Delhi News : ભારત પર જો ઈઝરાયલ જેવો હૂમલો થાય તો ભારતીય મિલેટરીની એર ડિફેન્સ સિસ્ટમ શું લોકોને દુશ્મનોની મિસાઈલ અને ડ્રોન હૂમલાથી બચાવી શકશે. ભારત પાસે કેટલા પ્રકારના એર ડિફેન્સ સિસ્ટમ છે. તે કેવી રીતે કામ કરે છે. તેની રેન્જ શું છે, આવો જોઈએ

ભારત પાસે લોંગ રેન્જ ઈન્ટરસેપ્શન એટલેકે ઈન્ડિયન બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રોગ્રામ છે. બીજો ઈન્ટરમિડીએટ ઈન્ટરસેપ્શન એટલેકે એસ-400 ડ્રિમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ અને ત્રીજુ શોર્ટ રેન્જ ઈન્ટરસેપ્શન એટલેકે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ તથા તેના જેવા અન્ય ઉપકરણો છે. ચોથુ વેરી શોર્ટ રેન્જ ઈન્ટરસેપ્શન એટલેકે મૈનપૈડ્સ અને એન્ટી એરક્રાફ્ટ ગન્સ.

ઈન્ડિયન બેલેસ્ટીક મિસાઈલ ડિફેન્સ પ્રોગ્રામ હેઠળ કેટલીય રેન્જની ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. તેના માટે બે લેયર વાળી ઈન્ટરસેપ્ટર મિસાઈલો બનાવાઈ ચે. પૃથ્વી એર ડિફેન્સ જેની મિસાઈલો ખૂબ જ ઉંચાઈએ જઈને દુશ્મન ટાર્ગેટને બરબાદ કરી શકે છે. બીજું છે એડવાન્સ્ડ એર ડિફેન્સ. તેની મિસાઈલો ઓછી ઉંચાઈ વાળા ટાર્ગેટને ખતમ કરવા બનાવાઈ છે. આ મિસાઈલ 5 હજાર કિલોમીટર અથવા તેનાથી વધુ દૂરથી આવતા હવાઈ ખતરાને હવામાં જ ખતમ કરી દે છે. કારણકે ભારતે પાકિસ્તાન અને ચીનની બેલેસ્ટિક મિસાઈલનો ખતરો રહે છે.

એડવાન્સ એર ડિફેન્સ મિસાઈલો વાયુમંડળની નીચે 30 કિલોમીટરની ઉંચાઈ સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. તેની ઓપરેશન રેન્જ 150 થી 200 કિમી છે. એસ-400 એક વખતમાં એક સાથે 72 મિસાઈલ ચોડી શકે છે. તેને ક્યાંક લઈ જવી હોય તો ખૂબ જ સરળ છે કારણકે તેને ટ્રાક પર લોડ કરી શકાય છે. તે માઈનસ 50 ડિગ્રીથી લઈને માઈનસ 70 ડિગ્રી તાપમાનમાં કામ કરી શકે છે. તેની કોઈ ફિક્સ પોઝીશન ન હોવાથી દુશ્મન માટે તેને નષ્ટ કરવું મુશ્કેલ છે.

પેચોરા મિસાઈલ સિસ્ટમ જમીનથી હવામાં વાર કરનારી મિસાઈલ છે. ભારત પાસે તેના 30 સ્કવોડ્રન્સ છે. જે અલગ અલગ સીમાઓ પર તૈનાત છે.

આકાશ મિસાઈલ અલગ અલગ ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. દેશમાં તેના 3 વેરીએન્ટ મોજુદ છે. આકાશ એનજીમાં ડ્યુઅલ પલ્સ સોલીડ રોકેટ મોટર છે જે તેની ગતિને વધારે છે. તેની રેન્જ 30 થી 40 કીમી છે. તેમાં એક્ટિવ ઈલેકટ્રોનિકલી સ્કૈન્ડ અરે મલ્ટી ફંકશન રડાર લાગેલા છે જે એક સાથે કેટલીય દુશમન મિસાઈલો અથવા વિમાનોને સ્કેન કરી શકે છે.

સ્પાયડેર અન્ય એર ડિફેન્સ સિસ્ટમની તુલનામાં હલ્કી, ઘાતક અને સટીક છે. તેના બે વેરીએન્ટ ચે. એક શોર્ટ રેન્જ અને બીજુ મિડીયમ રેન્જ. બન્ને મિસાઈલ 360 ડિગ્રીમાં ફરીને ફાયરિંગ કરી શકે ચે.

પાઈથન 10.2 ફૂટ લાંબી છે. તેની ગતિ ખૂબ ખતરનાક છે. જ્યારે ડર્બી 52 હજાર ફૂટની ઉંચાઈ સુદી જઈ શકે છે. બન્ને મિસાઈલને ટાર્ગેટને લોક કરીને ભરાવી દીધા બાદ તે દુશ્મના ટાર્ગેટને તેનો કાત્મો ન કરે ત્યાં સુધી તેનો પીચો છોડતી નથી.

એમએસઆરએમ ડિફેન્સ સિસ્ટમ જમીનથી હવામાં વાર કરનારી મિસાઈલ દુશ્મનના વિમાન, હેલિકોપ્ટર, સબસોનિક કે સુપરસોનિક ક્રુઝ મિસાઈલોને તોડી પાડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વિવાદ અંગે જયશંકરે વ્યક્ત કરી ઊંડી ચિંતા, આપી આ સૂચના

આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ

આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની બેઠકો

આ પણ વાંચો:બીજેપીના મેનીફેસ્ટો પર મલ્લીકાર્જુને પોતાના વિચાર વ્યક્ત કર્યા