India-Israel/ ઈરાને કબજે કરેલા જહાજ પર મોજુદ પાકિસ્તાનીઓને છોડવાનો લીધો નિર્ણય

ભારતીયોના વારો ક્યારે આવશે તેના પર ઉઠ્યા સવાલ

Top Stories World
Beginners guide to 2024 04 15T194202.739 ઈરાને કબજે કરેલા જહાજ પર મોજુદ પાકિસ્તાનીઓને છોડવાનો લીધો નિર્ણય

World News : ઈરાની દળોએ કબજે કરેલા જહાજ પર ફસાયેલા પાકિસ્તાનીઓને છોડવાનું એલાન કર્યું છે. સોમવારે ઈરાન તરફથી કહેવાયું હતું કે પાકિસ્તાની રાષ્ટ્રિયતાની પુષ્ટિ થયા બાદ બન્ને દેશો વચ્ચેના ભાઈચારાને લઈને કાનૂની ઔપચારિકતા પૂરી કરીને તેમને છોડવામાં આવશે. પાકિસ્તાનના જીયો ન્યુઝ મુજબ પાકિસ્તાનમાં ઈરાની રાજદૂત રેજા અમીરી મોકાદમે કહ્યું હતું કે તેમણે તેહરાનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને જહાજ પર પાકિસ્તાની નાગરિકોની મોજુદગીની પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે.

મોકાદમે કહ્યું કે જહાજ પર કોઈ પાકિસ્તાની છે તો અમે ભાઈચારાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી બાદા તેમને છોડી મુકીશું. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ઈઝરાયલ સાથે સંકળાયેલા કંટેનર જહાજને જપ્ત કર્યું હતું. જહાજના પરિચાલન અધિકારીના પરિવારે પાકિસ્તાની સરકાર પાસે મદદ માંતા તેમના છુટકારાની દરખાસ્ત મુકી હતી. બાદમાં પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે ઈસ્લામાબાદમાં ઈરાની અધિકારીઓ સાથે મામલો ઉઠાવ્યો હતો અને પોતાના નાગરિક જહાજ પર હોવાની વાત કરી હતી. ઈરાને સાફ કહ્યું છે કે પાકિસ્તાનીઓને ચોડવામાં આવશે.

જીયો ન્યુઝના રિપોર્ટ મુજબ જહાજ પર બે પાકિસ્તાની હતા. જેમાં પોર્ટુગલનો ઝંડો લાગેલા જહાજ એમએસસી એરીજના સીઈઓ મહમમ્મદ અદનાન અજીજ છે. અદનાનના પરિવારજનો કરાંચીમાં રહે છે. લંડનમાં પણ તેમના સંબંધીઓ રહે છે. અદનાન સાથે અન્ય એક પાકિસ્તાની પણ જહાજ પર હોવાનો દાવો કરાયો છે.

જહાજના ચાલક દળમાં ભારતીય, લીપિન્સ, પાકિસ્તાની, રશિયા અને એસ્ટોનિયાઈ નાગરિક સામેલ હતા. જેમાં સૌથી વધુ 17 જણા ભારતીય છે. ભારતીયોના છુટકારા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. જોકે હજી સુધી ઈરાન તરફથી એવો કોઈ ભરોસો મળ્યો નથી.  ઈરાની વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ્લાહિયને ભારતીય અધિકારીઓને જહાજના ભારતીય ચાલક દળના સભ્યોને મળવાની અનુમતિ આપી છે. ભારતના વિદેશ મંત્રી જયશંકરે રવિવારે આ મુદ્દે ઈરાની વિદેશ મંત્રી સાથે ફોન પર વાત પણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાજપના ઉમેદવારની ફરિયાદ પર કમલનાથના ઘરે પહોંચી પોલીસ, પીએ મિગલાનીની કરી પૂછપરછ

આ પણ વાંચો: રામલલ્લાના માથે સૂર્યતિલકના દર્શન કેટલા વાગે થશે? રામ મંદિરના અધ્યક્ષે માહિતી આપી

આ પણ વાંચો:શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે આ માગ ફગાવી

આ પણ વાંચો: જે પણ સંવિધાન બદલવાની કોશિષ કરશે, જનતા તેની આંખ કાઢી લેશે