ભાજપ દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા પર છે. ભાજપે આગામી મિશન 2024ને લઈને તૈયારીઓ શરૂ કરી છે. જે રાજ્યોમાં ભાજપનું શાસન નથી ત્યાં સત્તા મેળવવા જોરદાર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે ગૃહમંત્રી અમિતશાહ આજે બિહારમાં મુઝફ્ફરપુરમાં રેલીને સંબોધન કરશે. ગૃહમંત્રી બન્યા પછી અમિતશાહની મુઝફ્ફરપુરની આ પ્રથમ મુલાકાત છે જ્યારે છેલ્લા 1 વર્ષમાં તેમણે 7મી વખત બિહારનો પ્રવાસ કર્યો.
ભાજપના દિગ્ગજ નેતાઓ અત્યારે મિશન 2024ના પ્રચારમાં લાગી ગયા છે. ગૃહમંત્રી અમિતશાહ આજના બિહાર પ્રવાસમાં મુઝફ્ફરપુરમાં એક મોટી રેલીને સંબોધિત કરશે. બિહારમાં 40 લોકસભા બેઠકો પર સંપૂર્ણજીત મેળવવા ભાજપે કમર કસી છે. બિહારમાં મહાગઠબંધનની સરકાર બની ત્યારથી ગૃહમંત્રી અમિત શાહે એક પછી એક બિહારની મુલાકાત લીધી છે.
આજના બિહાર પ્રવાસમાં અમિતશાહ સવારે IAF એરક્રાફ્ટ દ્વારા સવારે 11 વાગ્યાની આસપાસ પટના માટે રવાના થશે. ત્યારબાદ બપોરે 1 વાગે પટના એરપોર્ટથી બપોરે 1:05 વાગ્યે BSF હેલિકોપ્ટર દ્વારા મુઝફ્ફરપુર જવા રવાના થશે. લગભગ 1:30 વાગ્યે મુઝફ્ફરપુરના પતાહી એરપોર્ટ પંહોચ્યા બાદ રોડ માર્ગે જાહેર સભા સ્થળ માટે રવાના થશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મુઝફ્ફરપુરમાં લગભગ 3 કલાક જેટલો સમય સુધી અમતિશાહનું રોકાણ રહેશે. અને જાહેર સભા પૂરી કર્યા બાદ મુઝફ્ફરપુરના પતાહી એરપોર્ટથી અંદાજે બપોરના 3.00વાગ્યાની આસપાસ પટના એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
ભાજપ મિશન 2024 ચૂંટણીને લઈને એડીચોટીનું જોર લગાવી રહી છે. અમિતશાહ ફરી એકવાર 5 નવેમ્બરે બિહારની મુલાકાત લેશે. અગાઉ 6 વખત શાહ બિહાર આવી ચૂકયા છે. મુઝફ્ફરપુરની આ તેમની સાતમી મુલાકાત હશે. આ પહેલા 16 સપ્ટેમ્બરે અમિત શાહ મધુબનીના ઝાંઝરપુર પહોંચ્યા હતા. જ્યાં રેલીને સંબોધિત કરતી વખતે તેમણે આરજેડી અને જેડીયુ પર નિશાન સાધતા કહ્યું હતુ કે જો તેલ પાણીમાં ભળે તો તેને ગંદુ કરે છે. આજે ગૃહમંત્રી અમિતશાહ મુઝફ્ફરનગરમાં રેલી સંબોધનમાં વિપક્ષો પર પ્રહાર કરશે. અમિતશાહની મુઝ્ફફરપુરની મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. મુઝફ્ફરની જાહેરસભામાં પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, જિલ્લા અધ્યક્ષ રંજન કુમાર અને બિહાર કોર કમિટી સહિત ભાજપના 68 નેતાઓ મંચ પર હાજર રહેશે. ગૃહમંત્રીની સુરક્ષાને લઈને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે. પોલીસ દળોને સભા તરફ જતા રસ્તાઓના દરેક ખૂણા અને ખૂણા પર તૈનાત કરવામાં આવ્યા છે.