Germany/ જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર એક વ્યક્તિના ફાયરિંગને કારણે ગભરાટ ફેલાયો

જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર એક વ્યક્તિએ ગોળીબાર કરતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.

Top Stories World
YouTube Thumbnail 2023 11 05T105933.477 જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર એક વ્યક્તિના ફાયરિંગને કારણે ગભરાટ ફેલાયો

જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર એક વ્યક્તિએ ગોળીબાર કરતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. આ ઘટના શનિવારની મોડી સાંજે બની હતી, જ્યારે એક વ્યક્તિ કાર લઈને હેમ્બર્ગ એરપોર્ટમાં પ્રવેશ્યો હતો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના કારણે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.

એક પોલીસ પ્રવક્તાએ કહ્યું કે ‘એક સશસ્ત્ર વ્યક્તિ કાર સાથે જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટના મેદાનમાં પ્રવેશ્યો અને હવામાં બે વાર તેના હથિયારથી ફાયરિંગ કર્યું. આ પછી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો?

માહિતી અનુશાર જર્મનીના હેમ્બર્ગમાં 4 નવેમ્બરની રાત્રે એક હથિયારધારી વ્યક્તિએ સુરક્ષામાં વાહન ચલાવ્યા બાદ ફ્લાઇટને બંધ કરી દેવામાં આવી હતી અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

બાળકના સંભવિત અપહરણને લગતો કેસ

ફેડરલ પોલીસના જણાવ્યા અનુસાર, કમ્પાઉન્ડમાં ઘૂસેલા એક સશસ્ત્ર વ્યક્તિએ પોતાના હથિયારને હવામાં બે વાર ફાયરિંગ કર્યું હતું. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આ વ્યક્તિની પત્નીએ અગાઉ બાળકના સંભવિત અપહરણ અંગે તેમનો સંપર્ક કર્યો હતો.

જાણકારી અનુસાર, તે વ્યક્તિની કારમાં બે બાળકો હતા. ફેડરલ પોલીસના પ્રવક્તા થોમસ ગેર્બર્ટે ડીપીએને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં રાજ્ય અને સંઘીય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે અને વાહનની આસપાસ હાજર હતા.


whatsapp ad White Font big size 2 4 જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર એક વ્યક્તિના ફાયરિંગને કારણે ગભરાટ ફેલાયો


આ પણ વાંચો:Nepal Earthquake/નેપાળમાં ભૂકંપના આંચકા અટકતા નથી, સવારે ફરી ધરતી ધ્રૂજી, તીવ્રતા હતી આટલી

આ પણ વાંચો:US New Statement/ઇઝરાયેલ, હમાસ યુદ્ધ પર યુએસનું નવું નિવેદન, “પેલેસ્ટિનિયનોને જીવવાનો અધિકાર છે”, ઇઝરાયેલ માટે આ કહ્યું

આ પણ વાંચો:ukraine president/ઝેલેન્સકીએ પુતિનને સંદેશો આપ્યો! “રશિયા કિવ ઇચ્છતું હતું, પરંતુ તેને ભાગી જવું પડ્યું