Russia Ukraine Conflict/ યુક્રેન પર પરમાણુ હુમલાનો ખતરો વધ્યો,રશિયાએ સરહદ પર ગ્રેટ ડિસ્ટ્રોયર તોપ તૈનાત કરી

રશિયાએ તેની પરમાણુ-સક્ષમ તોપ 2S7 પિયોનને યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ નજીક સ્થિત તેના વેસેલા લોપાનમાં તૈનાત કરી છે.

Top Stories World
રશિયા યુક્રેન પર પરમાણુ હુમલાનો ખતરો વધ્યો,રશિયાએ સરહદ પર ગ્રેટ ડિસ્ટ્રોયર તોપ તૈનાત કરી

રશિયા અને યુક્રેનમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે રશિયન સેનાએ પોતાની ગ્રેટ ડિસ્ટ્રોયર કેનન તૈનાત કરી દીધી છે. રશિયાએ તેની પરમાણુ-સક્ષમ તોપ 2S7 પિયોનને યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ નજીક સ્થિત તેના વેસેલા લોપાનમાં તૈનાત કરી છે. રશિયાનું આ શહેર યુક્રેનની સરહદથી માત્ર 16 કિમી દૂર આવેલું છે. આ રશિયન તોપ પરમાણુ બોમ્બથી ભરેલા શેલને 37 કિમી સુધી ફાયર કરી શકે છે.

ધ સનના અહેવાલ મુજબ, રશિયન ટાઉનમાં આ તોપની તૈનાતીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ તોપને ‘સોવિયેત એટોમિક કેનન’ તરીકે ઓળખવામાં આવે છે. પુતિનની આ તોપ વિશ્વમાં અત્યાર સુધીની સૌથી વિનાશક બંદૂકોમાંથી એક છે. આ તોપ 203 એમએમ ન્યુક્લિયર વોરહેડ્સથી ભરેલા શેલને ફાયર કરી શકે છે, જે  વિશાળ વિસ્તારને નષ્ટ કરી શકે છે. રશિયા દ્વારા આ તોપ તૈનાતી એવા સમયે કરવામાં આવી છે જ્યારે પુતિને ચેતવણી આપી છે કે જો યુક્રેન નાટોમાં જોડાય તો વિશ્વમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે છે.

પુતિનની ચેતવણી અને રશિયા દ્વારા યુક્રેનની સરહદ પર 100,000 થી વધુ સૈનિકોની તૈનાતી પછી, યુએસએ કિવમાં તેના દૂતાવાસના બિન-જરૂરી કર્મચારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. યુક્રેનના ખાર્કિવ શહેર, જેની નજીક રશિયાએ આ તોપ તૈનાત કરી છે, તેની વસ્તી લગભગ 1.3 મિલિયન છે. શહેર રશિયન અણુ બોમ્બ ધડાકાના આર્ટિલરીના હુમલાની સંપૂર્ણ શ્રેણી હેઠળ છે. દરમિયાન, રશિયાના ગુપ્તચર વડાએ દાવો કર્યો છે કે યુદ્ધની તૈયારીઓ ચરમ પર છે.

રશિયન ઈન્ટેલિજન્સ ચીફ સર્ગેઈ નારીશ્કિને પણ દાવો કર્યો હતો કે યુક્રેન પશ્ચિમી દેશોની મદદથી રશિયા પર હુમલો કરી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે માનવતાનું અસ્તિત્વ જોખમમાં છે. બીજી તરફ, રશિયન ચેનલોનો દાવો છે કે યુક્રેનની સેના ડોબાર વિસ્તારમાં ‘આક્રમક’ કાર્યવાહી કરી રહી છે. રશિયાનો દાવો છે કે તેણે ઘણા લોકોની ધરપકડ કરી છે જેઓ યુક્રેનથી રશિયાની અંદર આતંકવાદી હુમલા માટે જવાબદાર છે.