Africa/ આફ્રિકન દેશ કોંગોમાં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે, અત્યાર સુધીમાં 22 લોકોનાથયા મોત

આફ્રિકન દેશ કોંગોમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. લોકોના ઘરો, મકાનો, દુકાનો અને સંસ્થાઓ પૂર અને વરસાદનો ભોગ બની છે. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે

World Top Stories
YouTube Thumbnail 2023 12 27T123248.969 આફ્રિકન દેશ કોંગોમાં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે, અત્યાર સુધીમાં 22 લોકોનાથયા મોત

આફ્રિકન દેશ કોંગોમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. લોકોના ઘરો, મકાનો, દુકાનો અને સંસ્થાઓ પૂર અને વરસાદનો ભોગ બની છે. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 400થી વધુ લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. મંગળવારે આ માહિતી આપતા એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે આફ્રિકન દેશ કોંગોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. કસાઈ સેન્ટ્રલ પ્રાંતના ગવર્નર જ્હોન કાબેયાએ જણાવ્યું હતું કે કનંગા જિલ્લામાં કલાકો સુધી પડેલા વરસાદને કારણે ઘણા મકાનો અને બાંધકામના સ્થળો ધ્વસ્ત થઈ ગયા હતા.

તેમને જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું કે શરૂઆતમાં 17 લોકોના મોત થયા હતા અને મંગળવારે વધુ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. “દિવાલ ધરાશાયી થતાં દસ લોકો મૃત્યુ પામ્યા, બિકુકુમાં એક જ પરિવારના તમામ સભ્યો,” કાબેયાએ કહ્યું. કોંગોના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે વારંવાર પૂર જેવી સ્થિતિ સર્જાય છે. મેની શરૂઆતમાં, પૂર્વીય કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં રાતોરાત મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થયું હતું, જેમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હતા.

 મહત્વના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત, વાહનવ્યવહાર ખોરવાયો

ભારે પૂર અને વરસાદની સ્થિતિ એવી છે કે મહત્વના રસ્તાઓ ધરાશાયી થઈ ગયા છે. રેલવે ટ્રેક અને બસ સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. કાબેયાએ જણાવ્યું કે તાજેતરના પૂરને કારણે એક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, એક ચર્ચ અને એક મુખ્ય માર્ગને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવશે. રવિવારે મોડી રાત્રે પૂર્વી કોંગોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા અને લગભગ 20 લોકો ગુમ થયા. અગાઉ 400થી વધુ લોકો ગુમ થયા હોવાની માહિતી મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :West Bengal Politics/ભાજપે અનુપમ હજારાને રાષ્ટ્રીય મંત્રી પદેથી હટાવ્યા

આ પણ વાંચો :Punajb Congress Meeting/રાહુલ ગાંધીએ અનુશાસનને લઇને નવજોત સિદ્વુ પર સાધ્યું નિશાન

આ પણ વાંચો :રાજસ્થાન/જયપુરમાં હોટલની બહાર SUV ચઢાવીને મહિલાની કરાઇ હત્યા