Narmada/ તિલકવાડા નર્મદા નદી કિનારે રહેતા લોકોમાં ચિંતાનો માહોલ, જાણો શું છે કારણ

નર્મદા જિલ્લામાં આવેલું તિલકવાડા નગર એ નર્મદા નદીના કિનારે વસેલું એક ગામ છે આજ વિસ્તારમાં અનેક તીર્થ સ્થાનો પણ આવેલા છે.

Gujarat Others
YouTube Thumbnail 47 તિલકવાડા નર્મદા નદી કિનારે રહેતા લોકોમાં ચિંતાનો માહોલ, જાણો શું છે કારણ

@વસીમ મેમણ

નર્મદા જિલ્લામાં આવેલું તિલકવાડા નગર એ નર્મદા નદીના કિનારે વસેલું એક ગામ છે આજ વિસ્તારમાં અનેક તીર્થ સ્થાનો પણ આવેલા છે. અને આજ વિસ્તારમાં મેણ અને નર્મદા નદીનું સંગમ સ્થાન આવેલું છે. પરંતુ વર્ષ 2005 માં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે મેણ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે તિલકવાડા કાંઠા વિસ્તાર પર આવેલો ઓવરો તથા મઢી વિસ્તારમાં આવેલા કેટલાક પ્રાચીન મંદિર અને મકાનો પાણીમાં ધરાશાયિત થયા હતા

ત્યારથી આજ દિન સુધીઆ વિસ્તારમાં સતત માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને જો આજ પરિસ્થિતિ રહી તો કદાચ બે ચાર વર્ષમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવીને ઊભી રહેશે જેના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે ઘણી વાર સમાચાર પણ પ્રસારિત કરવામાં આવ્યા છે.

પરંતુ આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યો નથી જેના કારણે ગામ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહે છે અને આ તૂટી રહેલા નગરને બચાવવા માટે અને માટીના ધોવાણને રોકવા માટે કાંઠા વિસ્તારમાં સંરક્ષણ દિવાલ બનાવવા માટે ગામ લોકો દ્વારા માગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે શું આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવશે? શું કોઈ નેતા કે અધિકારી આ સમસ્યાનો નિરાકરણ લાવવા માટે આગળ આવશે? શું અહીંયા સંરક્ષણ દીવાલ બનાવવામાં આવશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ

આ પણ વાંચો:જામનગરમાં ૩૧ ડિસેમ્બરની પહેલા ઝડપાયો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો

આ પણ વાંચો:સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ