સાવધાન/ અમદાવાદમાં લાલચ આપી વ્યક્તિ સાથે કરાઈ કરોડો રૂપિયાની છેતરપિંડી, તમે પણ બની શકો છો…

અમદાવાદ બોપલમાં રહેતા ડાયના  ક્રિશ્ચિયન  નામના મહિલા સાથે બનાવ બન્યો છે જે મહિલાના સંપર્કમાં સિદ્ધાર્થ રાવલ અને ચિન્ટુ ભુપેન્દ્ર રાવલ નામના વ્યક્તિઓ આવ્યા હતા

Ahmedabad Gujarat
જ 1 અમદાવાદમાં લાલચ આપી વ્યક્તિ સાથે કરાઈ કરોડો રૂપિયાની છેતરપિંડી, તમે પણ બની શકો છો...
  • બોપલમાં રહેતી મહિલા સાથે છેતરપિંડી 
  • સીલીકોન વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી
  • ડાયના ક્રિશ્ચિયન સાથે 96 લાખ રૂપિયાની છેતરપિંડી  
  • ડાયના ક્રિશ્ચિયને બોપલ પો. સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
  • સિદ્ધાર્થ રાવલ અને ચિન્ટુ ભૂપેન્દ્ર રાવલ વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદમાં નવા પ્રકારની એક છેતરપિંડી કરતી ટોળકી  સામે આવી છે જેમાં લોકોને રૂપિયા ઇન્વેસ્ટ કરીને વધુ નાણાં પરત આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે તેઓ જ એક કિસ્સો અમદાવાદ બોપલમાં રહેતા ડાયના  ક્રિશ્ચિયન  નામના મહિલા સાથે બનાવ બન્યો છે જે મહિલાના સંપર્કમાં સિદ્ધાર્થ રાવલ અને ચિન્ટુ ભુપેન્દ્ર રાવલ નામના વ્યક્તિઓ આવ્યા હતા અને ત્યારબાદ તેમને સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીમાં રોકાણ કરી ₹96,00,000 રૂપિયાની છેતરપિંડી  કરવામાં આવી હતી.

સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો ડાયના ક્રિશ્ચિયન દ્વારા 96 લાખ રૂપિયા સિદ્ધરાજ રાવલ અને ચિન્ટુ ભુપેન્દ્ર રાવલને સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીમાં રોકાણ કરવાના નામે આપ્યા હતા પરંતુ જ્યારે ડાયના ક્રિશ્ચિયન તે રૂપિયા પરત માંગ્યા ત્યારે તેમને માલૂમ પડી કે તેમની સાથે રૂપિયા 96 લાખ નું ચીટિંગ થઈ ગયું છે.

ત્યારબાદ સમગ્ર મામલે ડાયના ક્રિશ્ચિયન  દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ લોકોએ પણ ક્યાંક સાવચેત થવાની જરૂર છે કોઈપણ પ્રકારની લોભામણી લાલચમાં આવીને આવા છેતરપિંડી કરતા લોકો ઉપર વિશ્વાસ ન કરીને પોતાની જે મૂડી છે તે મૂડી અને બરબાદ કરતાં આપ રોકી શકો છો.