Indian Cannon/ આઝાદીના છેક 77માં સ્વતંત્રતા દિવસે સ્વદેશી તોપો દ્વારા આપવામાં આવી સલામી

દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર 21 તોપોની સલામી આપવામાં આવી હતી, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે જ્યારે સ્વદેશી તોપથી સલામી આપવામાં આવી હોય.

Top Stories India

નવી દિલ્હીઃ દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી Indian Cannon રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર 21 તોપોની સલામી આપવામાં આવી હતી, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે જ્યારે સ્વદેશી તોપથી સલામી આપવામાં આવી હોય. આમ આઝાદીના છેક 77મા વર્ષે ભારતને સ્વદેશી તોપોથી સલામી મળી હતી. બીજા શબ્દોમાં કહીએ તો આઝાદીના 76 વર્ષ પછી આપણે આપણી તોપ બનાવી શક્યા છીએ.

આ વાતનો પુરાવો પણ સ્વતંત્રતા દિવસે જોવા Indian Cannon મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ના સપનાને સાકાર કરીને દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના માર્ગ પર કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે. આ વર્ષે સ્વદેશી 105 એમએમ લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ 90 મિનિટનું ભાષણ આપ્યું હતું

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સતત Indian Cannon 10મી વખત ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ પોતાના 90 મિનિટના ભાષણમાં અર્થવ્યવસ્થા, મણિપુર, પરિવારવાદ, તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, નવી યોજનાઓ અને આગામી લોકસભા ચૂંટણી વિશે વાત કરી અને પોતાના કાર્યકાળના 10 વર્ષનો હિસાબ આપ્યો અને આગામી 1000 વર્ષના સપનાની વાત કરી.

પીએમ મોદી બાંધણી પ્રિન્ટની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા
77માં સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં વડાપ્રધાન મોદી સફેદ કુર્તા અને મલ્ટીકલર્ડ રાજસ્થાની બાંધણી પ્રિન્ટ સાફાની સાથે ચૂરીદાર પહેરેલા જોવા મળ્યા હતા. વડાપ્રધાન તરીકેના તેમના 10મા સ્વતંત્રતા દિવસના ભાષણમાં મોદીએ બ્લેક વી-નેક જેકેટ પણ પહેર્યું હતું. તેની પાઘડીનો નીચેનો ભાગ લાંબો હતો અને તેમાં પીળા, લીલા અને લાલ રંગનું મિશ્રણ હતું. વડાપ્રધાન મોદી 2014થી દરેક સ્વતંત્રતા દિવસે રંગબેરંગી પાઘડી પહેરે છે. તેણે આ વખતે પણ આ પરંપરા જાળવી રાખી છે. તેમણે 76માં સ્વતંત્રતા દિવસ પર તિરંગાની પટ્ટાઓવાળી સફેદ પાઘડી પહેરી હતી. પરંપરાગત કુર્તા અને ચૂડીદાર પાયજામા ઉપર વાદળી જેકેટ અને કાળા જૂતામાં સજ્જ વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સતત નવમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું.

 

આ પણ વાંચોઃ ઓળખ જ ભુસાઈ/વર્ષોથી સુરતના અઠવાગેટની એક ઓળખ બની ગયેલું પ્લેન હટાવાયું, જાણો કારણ

આ પણ વાંચોઃ નિર્લજ્જ બેંક મેનેજર/જામનગરની આ બેંકમાં મેનેજરે લેડીઝ વોશરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

આ પણ વાંચોઃ સ્વતંત્રતા પર્વ ઉજવણી/પોરબંદરમાં મધદરિયે લહેરાયો તિરંગો ધ્વજ

આ પણ વાંચોઃ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી/મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડમાં પોતાની બાળપણની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ સંસ્મરણો વાગોળ્યા

આ પણ વાંચોઃ વધુ એક ઠગ ઝડપાયો/હું સીએમ ઓફિસથી બોલું છું… મિત્રને છોડાવવા SPને કર્યો વોટ્સએપ કોલ, આ રીતે ફૂટ્યો ભાંડો