સ્વતંત્રતા પર્વ ઉજવણી/ પોરબંદરમાં મધદરિયે લહેરાયો તિરંગો ધ્વજ

પોરબંદરના દરિયામાં આજે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 77મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે, આ પ્રસંગે અહીં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવાયો છે.

Top Stories Gujarat Others

આજે સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ આજે આઝાદીના રંગમાં રંગાઈ ગયું છે. ત્યારે આવામાં દર વર્ષની જેમ આજે આ ખાસ અવસર પર પોરબંદરમાં મધદરિયે તિરંગો લહેરાવીની સ્વતંત્રતા દિવસ ઉજવાયો છે.

આપને જણાવી દઈએ કે,  પોરબંદરના દરિયામાં આજે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 77મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે, આ પ્રસંગે અહીં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવાયો છે.

પોરબંદરવાસીઓ પણ સ્વાતંત્રદિવસની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે જોડાયા હતા.

યુવાઓ દ્વારા આ ઘૂઘવતા દરિયા અને તોફાની મોજાઓની વચ્ચે પણ તિરંગાનો શાન સાથે લહેરાવાયો છે.

અહીં છેલ્લા 22 વર્ષથી આ યુવાઓ તોફાની મોજા સાથે બાથ ભીડી ભક્તિના રંગે રંગાય છે, આજે પણ આ જ સ્થિતિ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોવા મળી છે.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત