નિધન/ ગાંધી પરિવારના નિકટતમ કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેપ્ટન સતીષ શર્માનું ગોવામાં નિધન

કૉંગ્રેસના પ્રથમ હરોળના અગ્રણી નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારના ગોવામાં નિધન થયું છે. કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના

Top Stories

કૉંગ્રેસના પ્રથમ હરોળના અગ્રણી નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારના ગોવામાં નિધન થયું છે. કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નજીકના મનાતા હતા. તેમના નિધન પર અનેક રાજકીય દળોના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે. કૉંગ્રેસ નેતા જિતિન પ્રસાદે કેપ્ટન શર્માના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘કેપ્ટન સતીશ શર્માના નિધન વિશે સાંભળીને દુ:ખી છું. પોતાનાથી નાના સાથીઓ માટે તેમનો વ્યવહાર હંમેશા પ્રોત્સાહિત કરનારા રહ્યો હતો, તેમને યાદ કરવામાં આવશે.’

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાયબરેલીથી 1957માં પહેલીવાર ફિરોઝ ગાંધી કૉંગ્રેસની સીટ પર જીતીને લોકસભા પહોંચ્યા હતા, પરંતુ 1967માં ઇન્દિરા ગાંધીની જીત બાદ સીટ ચર્ચામાં આવી. રાયબરેલી લોકસભા સીટ પર 1996 અને 1998માં બીજેપીના અશોક સિંહ પહેલીવાર કમળ ખિલવવામાં સફળ થયા હતા, પરંતુ કૉંગ્રેસના ગઢમાં ત્યારબાદ બીજેપી ફરીવાર પુનરાગમન ના કરી શકી. 1999માં કેપ્ટન શતીશ શર્માએ કૉંગ્રેસનું પુનરાગમન કરાવતા શાનદાર જીત નોંધાવી હતી. ત્યારબાદ સોનિયા ગાંધી સતત આ સીટથી સાંસદ છે.

11 ઑક્ટોબર, 1947ના તેલંગાણાના સિકંદરાબાદમાં જન્મેલા કેપ્ટન શતીશ શર્માએ દેહરાદૂનથી શિક્ષણ ગ્રહણ કર્યું હતુ. ત્યારબાદ તેમણે પાયલટની ટ્રેનિંગ લીધી હતી. 1991માં તેઓ પહેલીવાર અમેઠી લોકસભા સીટથી કૉંગ્રેસની ટિકિટથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા. જાન્યુઆરી 1993થી ડિસેમ્બર 1996 સુધી તેઓ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીના પદ પર રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…