TERROR/ વિદેશી પ્રતિનિધિઓના પ્રવાસ દરમિયાન શ્રીનગરમાં આતંકીઓનું ફાયરિંગ, 3 ની ધરપકડ

આતંકીઓએ બુધવારે સાંજે શ્રીનગરના સોંવર વિસ્તારમાં હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ એક યુવક ઉપર ફાયરિંગ કર્યું હતું. આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. સોંવર દલ તળાવથી 10 કિમી દૂર છે. બુધવારે 24 દેશોના

Top Stories

આતંકીઓએ બુધવારે સાંજે શ્રીનગરના સોંવર વિસ્તારમાં હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ એક યુવક ઉપર ફાયરિંગ કર્યું હતું. આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. સોંવર દલ તળાવથી 10 કિમી દૂર છે. બુધવારે 24 દેશોના રાજદ્વારીઓ જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે. દરમિયાન, શ્રીનગરથી 43 કિલોમીટર દૂર ત્રાલ ખાતે સુરક્ષા દળોએ જોરદાર વિસ્ફોટને નિષ્ફળ બનાવ્યો હતો.અને હિઝુબુલના સ્લીપર સેલના 3 સભ્યોની ધરપકડ કરી હતી.દરમિયાન પૂંછ પોલીસે જમ્મુ એરપોર્ટ પર આતંકી શેર અલીની ધરપકડ કરી હતી. તે આતંકવાદીઓની ઘૂસણખોરી, હથિયારોની દાણચોરી સહિતની અનેક આતંકવાદી પ્રવૃત્તિઓનો સૂત્રધાર છે.

Image result for jammu kasmir firing during foreign delegates

 

ત્રાલમાં 8 ડિટોનેટર અને IED જપ્ત

ત્રાલમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓના મદદગારોની ધરપકડ કરી છે. તેમની પાસે 8 ડિટોનેટર્સ અને મોટી માત્રામાં IED જપ્ત કર્યા  છે. તેઓની ઓળખ શફત અહમદ સોફી, મજીદ મોહમ્મદ ભટ અને ઉમર રશીદ વાની તરીકે થઈ છે. તેઓ મોટો ધમાકો કરવાની વેતરણમાં હતા.

સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા

ત્રણેય આરોપી આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા હતા. અવંતીપોરા પોલીસ, આર્મીની 42 આરઆર અને સીઆરપીએફની 180 મી બટાલિયનએ ત્રાલના બાટગુંડ દાદાસરા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન તેઓને ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

Image result for jammu kasmir firing during foreign delegates

આતંકવાદીઓને હથિયાર અને રહેવાના ઠેકાણા ઉપલબ્ધ કરાવતા હતા

સશસ્ત્ર આતંકવાદીઓના મદદગારો ત્રાલ અને અવંતિપોરા ક્ષેત્રમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓને હથિયારો, દારૂગોળો અને રહેવાના ઠેકાણા પૂરા પાડતા હતા. તેઓએ તેમના રોકાવાની વ્યવસ્થા પણ કરી હતી. દાદસરામાં દરોડા દરમિયાન સુરક્ષાદળોને એક ઘરમાંથી આઈઈડી બનાવવાની સામગ્રી મળી હતી. જેમાં 8 ઇલેક્ટ્રિક ડિટોનેટર્સ, 7 એન્ટી મિકેનિઝમ સ્વીચ, 3 રિલે સ્વીચો, બીજો સ્વીચ અને એન્ટી માઇન વાયરલેસ એન્ટેના મળી આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…