Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ખાતાની ફાળવણીને લઇ રીસામણાં થયેલા પરષોત્તમ સોલંકી માની ગયા, કહ્યું, CM પર પૂરો ભરોસો

રાજ્યમાં વિજય રુપાણી સરકારના ગઠન બાદ થોડાક દિવસોના અંતરમાં મંત્રીમંડળની ફાળવણીને લઇ મંત્રીઓની નારાજગી બાદ તેઓને મનાવી લેવાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. સૌ પ્રથમ ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી બાદ રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી પોતાને એક જ ખાતું મળવાને કારણે રીસામણાં થયા હતા. ત્યારબાદ ગુરુવારે અંતે નારાજ થયેલાં મંત્રી પરષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત […]

January 4, 2018January 4, 2018Harshid Patel
Top Stories

રાજ્યમાં વિજય રુપાણી સરકારના ગઠન બાદ થોડાક દિવસોના અંતરમાં મંત્રીમંડળની ફાળવણીને લઇ મંત્રીઓની નારાજગી બાદ તેઓને મનાવી લેવાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. સૌ પ્રથમ ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી બાદ રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી પોતાને એક જ ખાતું મળવાને કારણે રીસામણાં થયા હતા. ત્યારબાદ ગુરુવારે અંતે નારાજ થયેલાં મંત્રી પરષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કર્યા બાદ તેમની નારાજગીનો ‘સુખરૂપ’ અંત આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરષોતમ સોલંકીએ મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મારી ખાતાની ફાળવણીને લઇને સીએમ વિજય રૂપાણી સાથે મારે ચર્ચા થઇ હતી .મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે, વિધાનસભા સત્ર પુરૂ થયા પછી મને સારૂ ખાતુ મળશે. મને CM પર વિશ્વાસ છે કે તેઓ કોળી સમાજને ન્યાય આપશે”.

મહત્વનું છે કે, આ અગાઉ પોતાને મળેલાં ખાતાઓના કારણે નારાજ થયેલાં રાજ્યકક્ષાના પ્રધાન પરષોત્તમ સોલંકીએ બુધવારે મળેલી કેબીનેટની મીટીંગમાં હાજરી નહોતી આપી. અને રાજ્યમાં ભાજપની સરકાર બન્યા પછી મળી રહેલી મંત્રીમંડળની મીટીંગમાં ગેરહાજર રહીને પરષોત્તમ સોલંકીએ પોતાની નારાજગી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે.

જો કે ત્યારબાદ પરષોતમ સોલંકીએ કેબિનેટ બેઠકમાં હાજર નહી રહેવા અંગે કારણ વ્યક્ત કર્યું છે. સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હોવાનું કારણ દર્શાવીને પરષોતમ સોલંકી મંત્રીમંડળની મીટીંગમાં ગેરહાજર રહ્યાં છે. દરમિયાન ગાંધીનગર સ્થિત પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના અનેક લોકો ભેગા થતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું. 

Post navigation

પુણે હિંસા અંગે રાજકારણ રમાઈ રહ્યું છે, લોકોએ શાંતિથી કામ લેવુ જાઈએ : રામદાસ આઠવલે
ટીમ ઈન્ડિયાનો અસલી ટેસ્ટ હવે, આવતીકાલે શરુ થશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી

More Posts

Not Set/ અયોધ્યા વિવાદ/ બંધારણીય બેંચ આજે સુનાવણીની સમીક્ષા કરશે

October 17, 2019October 17, 2019padma prajay

Surendranagar/ પાટડી ખાતે ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલી સંવાદ કરશે

March 5, 2024Komal Patel

Vadodara News/ ભારતમાં જ બનેલું પ્રથમ સી-295 પરિવહન વિમાન લોન્ચ, આત્મનિર્ભર ભારતની દિશામાં સફળ કદમ

June 11, 2026jani

Not Set/ રોહિત શર્મા બન્યા પિતા, રીતિકા સજ્દેહે આપ્યો સુંદર દીકરીને જન્મ

December 31, 2018December 31, 2018foram patel

વાંકાનેર/ ભાજપનો આંતરિક કલહ સપાટીએ, પાલિકાના ભાજપના ૧૬ સભ્યોએ પક્ષમાંથી મૂક્યા રાજીનામાં

March 15, 2021March 15, 2021padma prajay

સંબોધન/ ભારતની પરિસ્થિતિ અંગે WHO વ્યથિત, સંગઠનના વડાએ જણાવ્યું કાળજુ કંપાવનારી પરિસ્થિતિ

April 27, 2021Bhavini vasani

સ્ટેચ્યુ ઓફ યુનિટી/ ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

April 9, 2022April 9, 2022padma prajay
PM Modi Turban Story

PM Modi/ PM મોદીની પાઘડી ફરી ચર્ચામાં, વડાપ્રધાન બસંત પંચમીના રંગોમાં સજ્જ જોવા મળ્યા

January 26, 2023Rahul Rathod

Not Set/ શું વૃક્ષો દ્વારા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઇ શકે છે? વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

June 23, 2021June 23, 2021padma prajay

Not Set/ ચેતી જજો! દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ ફરી 4 લાખને પાર

July 29, 2021July 29, 2021hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy