નિર્લજ્જ બેંક મેનેજર/ જામનગરની આ બેંકમાં મેનેજરે લેડીઝ વોશરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

બેંકના લેડીઝ વોશરુમમાં સ્પાય કમેરા લગાવ્યા હતા. પંજાબ બેંકની શાખાના મેનેજરની આવી કરતૂત સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Top Stories Gujarat Others
Untitled 144 જામનગરની આ બેંકમાં મેનેજરે લેડીઝ વોશરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

જામનગરની PNB બેંકના મેનેજરનું ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે.  બેંકના લેડીઝ વોશરુમમાં સ્પાય કમેરા લગાવ્યા હતા. પંજાબ બેંકની શાખાના મેનેજરની આવી કરતૂત સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે મહિલા કર્મચારીઓએ અખિલેશ સૈની નામના બેંક મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે.

આપને જણાવી દઈએ કે, બેંક મેનેજર દરેડની બેંકના લેડીઝ વોશરુમમાં સ્પાય કેમેરો લગાવતો હતો. મહિલા કર્મચારીએ બેંકના ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અખિલેશ સૈનીએ મહિલા વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે, જ્યારે પાછલા દિવસોમાં બેંકના મહિલા શૌચાલયમાં ગઈ ત્યારે તેનું ધ્યાન શૌચાલયમાં લગાવેલા સ્પાય કેમેરા પર પડ્યું હતું. તેણે ફરિયાદમાં કહ્યું છે કે બેંક શાખાના ઈન્ચાર્જ મેનેજર અખિલેશ સૈનીએ આ કૃત્ય કર્યું છે. ફરિયાદી મહિલાનો ગુપ્ત ફોટો કે વીડિયો મેળવવા માટે મેનેજરે આ કૃત્ય કર્યું છે.

મેનેજર અખિલેશ સૈની હરિયાણાના રહેવાસી છે અને હાલ જામનગરમાં રહે છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે મેનેજર વિરુદ્ધ IPCની કલમ 354 (c) હેઠળ કેસ નોંધ્યો છે. આ બાબતથી સમગ્ર જામનગર તેમજ બેંકીંગ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત