Not Set/ ખંભાળિયાનું મુખ્ય ડાક ઘર બન્યું દુવિધાનું ઘર

દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાની એક માત્ર મુખ્ય પોસ્ટ ઓફિસ છેલા કેટલાક મહિનાઓથી સ્ટાફઘટની ગંભીર સ્થિતિમાથી પસાર થઈ રહી છે. શહેરી વિસ્તાર તથા તાલુકાના મળી કુલ 25000 ખાતેદારો ધરાવતી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્સ્તરથી વર્ગ-2 અને 3 ની જગ્યાઑ કેટલાક સમયથી ખાલી છે. સ્ટાફ ઘટના કારણે ખાતેદારોની લાંબી કતારોથી ખાતેદારો ને પડી રહી છે હાલાકી, પોસ્ટ […]

Gujarat
khnbhadiya ખંભાળિયાનું મુખ્ય ડાક ઘર બન્યું દુવિધાનું ઘર

દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાની એક માત્ર મુખ્ય પોસ્ટ ઓફિસ છેલા કેટલાક મહિનાઓથી સ્ટાફઘટની ગંભીર સ્થિતિમાથી પસાર થઈ રહી છે. શહેરી વિસ્તાર તથા તાલુકાના મળી કુલ 25000 ખાતેદારો ધરાવતી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્સ્તરથી વર્ગ-2 અને 3 ની જગ્યાઑ કેટલાક સમયથી ખાલી છે.

સ્ટાફ ઘટના કારણે ખાતેદારોની લાંબી કતારોથી ખાતેદારો ને પડી રહી છે હાલાકી, પોસ્ટ ઓફિસના સતાવાળાઓ સ્ટાફ ઘટ હોવાના કારણે કામકાજ બંધ હોવાનું નોટિસ બોર્ડ મુક્યું. અવારનવાર રજૂઆતો કરવા છ્તા સ્ટાફની પુરવણી કરવામાં આવી રહી નથી.

આ અંગે નાની બચત એજન્ટો દ્વારા પણ ખાતેદારોને પડતી હાલાકી અંગે ઊંચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવેલ છે. એમ છતાં પોસ્ટ ઓફિસની દુવિધાદૂર કરવામાં જાણે ઊંચ અધિકારીને રસના હોય તેવું ઓરમાયું વર્તન કરી રહ્યા હોવાનું આ પરથી જણાઈ છે. સવારથી જ ખાતેદારો અને ખાસ કરીને સિનિયર સિટીજનો તેમના ખાતામાં વહીવટ કરવા માટે આવતા હોય છે ત્યારે અનેક વખત પાસબૂક પ્રિન્ટ કરવા માટેનું પ્રિન્ટર બંધ હાલતમાં હોય છે.

તો ક્યારેક ઇન્ટરનેટની કનેક્ટિવિટી જતી રહેતા લોકોને કલાકો સુધી ઊભવું પડે છે. ત્યારે હવે છેલ્લાં કેટલાક મહિનાઓથી કેસ કાઉન્ટર પર સ્ટાફની ઘટ હોવાથી જામનગર મુખ્ય મેઇન બ્રાન્ચની સૂચનાથી કામ કાજ બંધ રાખવામા આવેલ હોવાનું બોર્ડ લગાવી દેવાતા ખાતેદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પાડો રહ્યો છે.

આ અંગે પોસ્ટના અધિકારીઓએ પણ ઊંચ ક્ક્ષાએ સ્ટાફ ઘટ સહિત પ્રશ્ને રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં જામનગર સ્થિત બ્રાન્ચ મેનેજર ગાંઠતાના હોય તેમ આ અંગે પ્રત્યુતરમાં માત્ર આશ્વાસન આપી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે જિલ્લાના મુખ્ય મથકના પોસ્ટ ઓફિસ ની સ્થિતિ આવી હલકી ભરી હસે તો જીલ્લામાં અન્ય સુ પરિસ્થિતીનું નિર્માણ હસે.