ગુજરાત/ ડુંગળીની નીકાસબંધીને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર, કહ્યું- ‘ચૂંટણી આવી એટલે……’

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ડુંગળીની નીકાસબંધીને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 02 19T203630.680 ડુંગળીની નીકાસબંધીને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર, કહ્યું- 'ચૂંટણી આવી એટલે……’
  • શક્તિસિંહ ગોહિલના સરકાર પર આકરા પ્રહાર
  • ‘હવે આ નિર્ણય કરવાનો કોઈ મતલબ નથી’
  • ‘ચૂંટણી આવી એટલે નિકાસની છૂટ આપી’

Gandhinagar News:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ડુંગળીની નીકાસબંધીને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.તેમણે કહ્યુ કે સરકારને જ્યારે ચૂંટણી દેખાઈ ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો છે કે જાણે ખેડૂતો ઉપર કોઈ મોટી મહેરબાની કરી દીધી હોય.હકીકતમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન ૨૩૦ લાખ ટનથી પણ વધારે છે. અનેક ખેડૂતો રોડ પર ઉતર્યા અને ડુંગળીને રોડ પર ફેંકી દેવાની ઘટના બની હતી. જે બાદ આ નિર્ણય લેવાનો હવે કોઈ મતલબ નથી.

ગુજરાત ના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો છે કે જાણે ખેડૂતો ઉપર કોઈ મોટી મહેરબાની કરી દીધી હોય અને ખેડૂતોને મોટો લાભ થઈ જવાનો હોય. હકીકતમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 230 લાખ ટનથી પણ વધારે છે અને દુનિયાના સૌથી વધારે ડુંગળી પકવતા દેશો માં આપણો દેશ બીજા ક્રમે આવેલ છે. સૌથી વધુ ડુંગળી પકવતા દેશો માં પ્રથમ ક્રમે ચીનનું સ્થાન છે અને બીજા ક્રમે ભારતનું સ્થાન છે.

 ડુંગળી પકવતા ખેડૂતોને આ વર્ષે થોડો ફાયદો થાય તેવી આશા બંધાઈ હતી અને દુનિયાના બજારને નજરમાં રાખતા સ્પષ્ટ જણાતું હતું કે આ વખતે ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને લાભ થઈ શકશે, પરંતુ ખેડૂત વિરોધી ભાજપ સરકારે ઓગસ્ટ-2023 માં જ ડુંગળીની જે નિકાસ થતી હતી તેના પર ૪૦% એક્સપોર્ટ ડ્યુટી (નિકાસ કર) નાંખી દીધો હતો, જેના કારણે નિકાસ ઉપર વિપરીત અસર થઈ અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈતા હતા તે મળતા બંધ થયા હતા. ત્યારબાદ ડિસેમ્બર-2023 થી ડુંગળીની સંપૂર્ણ નિકાસબંધી કરી દેવાતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ છે.

ડુંગળી ખેડૂત સંગ્રહી ન શકે અને સંગ્રહ કરે તો એ પેરીશેબલ ગુડ્સ (નાશ પામે તેવી સામગ્રી) હોવાના કારણે તેમજ ખેડૂત પાસે માલ સંગ્રહ કરવા આર્થિક ક્ષમતા ન હોય તેમજ કોલ્ડ સ્ટોરેજ ની સુવિધા ન હોય ફરજિયાત ડુંગળી વેચવી જ પડી છે. દેશના ખેડૂતોને નિકાસબંધીના કારણે ખૂબ જ આર્થિક નુકસાની ભોગવી પડી અને ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જાય અને જે ખર્ચ લાગે તેટલો ખર્ચ પણ વેચાણથી ન મળે તેવી દયનીય પરિસ્થિતિ ઊભી થઈ તેના માટે માત્રને માત્ર ભાજપ સરકાર જ જવાબદાર છે. અનેક ખેડૂતો રોડ પર ઉતર્યા અને ડુંગળી ને રોડ પર ફેંકી દેવાની ઘટના બની હતી, આવા સંજોગોમાં માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ હવે આપવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી કે ખેડૂતોનું કોઈ કલ્યાણ થવાનું નથી. ડુંગળી પકવતા ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર પાસે માંગણી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી

આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે

આ પણ વાંચો:નર્મદા યોજના સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઇ, પીવાના પાણીની 80 ટકા જરૂરિયાત સંતોષે છે – મંત્રી ઋષિકેશ પટેલ