EV Truck/ ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે

ઇલેક્ટ્રિક મોબિલિટી પર નવેસરથી ધ્યાન કે ન્દ્રિત કરવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં નવા ખેલાડીઓ ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે અને તેમની હાજરી વિસ્તારી રહ્યા છે. ટ્રાઈટોન ઈવી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ગુજરાતના ખેડામાં વિવિધ લોડ ક્ષમતાના ઈલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન કરવા માટે 3 લાખ ચોરસ ફૂટની પાઈલટ સુવિધા વિકસાવી છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 18 2 ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે

અમદાવાદઃ ઇલેક્ટ્રિક મોબિલિટી પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં નવા ખેલાડીઓ ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે અને તેમની હાજરી વિસ્તારી રહ્યા છે. ટ્રાઈટોન ઈવી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ગુજરાતના ખેડામાં વિવિધ લોડ ક્ષમતાના ઈલેક્ટ્રિક ટ્રકનું (Electric Truck) ઉત્પાદન કરવા માટે 3 લાખ ચોરસ ફૂટની પાઈલટ સુવિધા વિકસાવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કંપની રૂ. 300 કરોડનું રોકાણ કરવાની છે. કંપની આગામી મહિનાઓમાં ભુજમાં મુખ્ય પ્લાન્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે. TEV એ ઉદ્યોગની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રકનું અનાવરણ કર્યું જે ‘મેક ઇન ઇન્ડિયા’ છે તેણે ગયા વર્ષે ખેડામાં તેનું R&D કેન્દ્રમાં સ્થાપ્યું હતું.

“અમારો મુખ્ય ટ્રક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભુજમાં આવશે. અમે હાઇડ્રોજન સ્કૂટર અને હાઇડ્રોજન થ્રી વ્હીલરને ઉત્પાદન માટે તૈયાર કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ. અમે સ્થાનિક તેમજ વૈશ્વિક બજારો માટે EV ટ્રકનું ઉત્પાદન કરીશું. અમે ટ્રક માટે અમારી એસેમ્બલી સુવિધા શરૂ કરવા અંગે પણ વિચારણા કરી રહ્યા છીએ,” ટ્રાઇટન ઇવીના સીએમડી હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

ગુજરાતમાં એક પછી એક ઇવી ઉત્પાદન કંપનીઓ આવી રહી છે અને તેની સાથે વર્તમાન કંપનીઓ પણ ઇવી ઉત્પાદનના પ્લાન્ટ નાખી રહી છે તે જોતાં આગામી સમયમાં ગુજરાત ઇવી ઉત્પાદનના હબ તરીકે ઉભરી આવે તેમ માનવામાં આવે છે. આના પગલે-પગલે બેટરીની ઇકોસિસ્ટમ્સનું નિર્માણ થાય તેમ માનવામાં આવે છે. તે જોતાં આગામી દાયકો ગુજરાતમાં ઇવી ઉત્પાદકોનો રહે તેમ માનવામાં આવે છે. આગામી સમયમાં રસ્તા પર ઇવી ટ્રકો દોડતી જોવા પામો તો નવાઈ ન પામતા.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ