Not Set/ કોરોના સંક્રમણ અટકાવવા ફરીથી SMC એક્શન મોડમાં : શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ, માસ્કના કાયદાનું કડક પાલન

કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતના મહાનગરોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારેસુરતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણના કારણે સુરતમાં તમામ શાળા કોલેજો બંધ કરાવવામાં આવી છે. ફરીથી એક વર્ષ

Gujarat Trending
surat school closed કોરોના સંક્રમણ અટકાવવા ફરીથી SMC એક્શન મોડમાં : શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ, માસ્કના કાયદાનું કડક પાલન

કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતના મહાનગરોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારેસુરતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણના કારણે સુરતમાં તમામ શાળા કોલેજો બંધ કરાવવામાં આવી છે. ફરીથી એક વર્ષ પહેલા નું ચિત્ર જાણે કે જોવા મળી રહ્યું છે. તમામ શાળા કોલેજોને અને ટ્યુશન ક્લાસીસના સંચાલકોને ઓફલાઇન શિક્ષણ આપવા માટે આદેશ અપાયો છે. ફક્ત પરીક્ષા ગાઇડ લાઇન અનુસાર ઓફલાઇન લેવામાં આવશે. સુરત પોલીસ કમિશ્નર બંછાનિધી પાની દ્વારા સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને આદેશ કરવામાં આવ્યો છે. આવતીકાલથી જ તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

College, 2 Schools Shut In Gujarat's Surat As 20 Students Contract Covid

આ ઉપરાંત માસ્ક સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કોઇએ માસ્ક નહી પહેર્યો હોય તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનાં તમામ નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે. જો કોઇ પણ પ્રકારની ચુક થાય તો તુરંત જ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવ્યો છે.રાજનેતાઓની ચૂંટણીની રેલીઓ અને સભાઓ પુરી થતાની સાથે જ, ફરી એકવખત કોરોનાના વાઇરસ સક્રિય થઇ ગયા છે, તેમાં ખાસ કરીને સુરતમાં હાલમાં સ્થિતિ બગડી રહી છે, ત્યારે મહાનગર પાલિકાને કડક કામગીરી શરુ કરી છે.

BMC to fine those without masks Rs 200 from today | Mumbai News - Times of India

જેમાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સીટી બસ સેવા બંધ કરવાનો  આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનું ફરી ગંભીર સ્વરૂપ દેખાય રહ્યું છે. સુરતમાં કોરોનાની ગઈકાલે 240 કેસો પોઝિટિવ આવાની સાથે કેસોની સંખ્યા 42716 થઇ છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 853 થયો છે. સુરત શહેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસો અઠવા વિસ્તારમાં 65 નોંધાયા છે, તેવી જ રીતે સુરત જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 11280 થઇ છે. એક તરફ કેસો વધી રહયા છે, ત્યારે બીજી તરફ  રસી મુકવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે, ત્યારે સ્કૂલ – કોલેજો સહિતની સંસ્થાઓમાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે.

Surat Corona 3 કોરોના સંક્રમણ અટકાવવા ફરીથી SMC એક્શન મોડમાં : શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ, માસ્કના કાયદાનું કડક પાલન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…