Political/ અહેમદ પટેલના દિકરા-દીકરી રાજકારણમાં જોડાશે કે નહીં, મળ્યો આ જવાબ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં નિધન બાદ તેમનાં પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ રાજકારણમાં જોડાશે તેવી એટકળો વહેતી થઇ હતી. અહેમદ પટેલના સંતાનોએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું છે કે, તેઓ રાજકારણમાં

Top Stories Gujarat Others
a 4 અહેમદ પટેલના દિકરા-દીકરી રાજકારણમાં જોડાશે કે નહીં, મળ્યો આ જવાબ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં નિધન બાદ તેમનાં પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ રાજકારણમાં જોડાશે તેવી એટકળો વહેતી થઇ હતી. અહેમદ પટેલના સંતાનોએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું છે કે, તેઓ રાજકારણમાં નહીં જોડાય અને પિતાના સામાજિક કાર્યોને આગળ વધારશે.

હાલ બંને ભાઇ-બહેન રાજકારણમાં સક્રિય થવાનો કોઈ ઈરાદો ધરાવતાં નથી. લોકોના આગ્રહ છતાં પણ તેમણે રાજકારણમાં પ્રવેશવા માટે હાલપૂરતો ઈનકાર કર્યો હતો. 2 દિવસ પહેલાં જ વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે બંનેને સક્રિય રાજકારણમાં લાવવા સંકેત આપ્યો હતો. જો કે હવે અહેમદ પટેલના બન્ને સંતાઓને રાજકારણમાં આવવાનો ઈરાદો હોવાનો ઈન્કાર કર્યો છે.

આ પણ વાંચો : પાલીતાણામાં ન.પા.ના ઉપપ્રમુખના પુત્રની ઘાતકી હત્યા, પાઇપ અને છરી વડે 3 શખ્સોએ કર્યો હુમલો

અંકલેશ્વર પાસેના પીરામણ ગામે અહેમદભાઈ પટેલના નિવાસસ્થાને સોમવારે શોકસભા યોજાઈ હતી. આ શોકસભામાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકરો, તેમના ચાહકો શ્રધ્ધાંજલિ આપવા ઊમટી પડ્યા હતા. આ દરમિયાન અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે બહેન મુમતાઝની હાજરીમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પિતા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.

પિતાએ સ્થાપેલી આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સેવાકીય સંસ્થાઓને આગળ ધપાવી પિતાનાં સપનાંને સાકાર કરીશું. છેલ્લા ત્રણ દિવસથી અશ્રુભીની આંખે આવતા લોકોને જોઈને લાગે છે કે અમારે લાગણીશીલ લોકોને સંભાળવા પડશે. લોકોની સેવા માટે અમે સદા તત્પર રહી પિતાનાં અવિરત સેવાનાં કાર્યોને આગળ ધપાવીશું. તેમણે કહ્યું કે, લોકોની સેવા કરવા માટે સાંસદ કે ધારાસભ્ય બનવું જરૂરી નથી.

આ પણ વાંચો :સસરાએ પુત્રવધૂને કહ્યું- બ્લુ ફિલ્મ જો મજા આવશે, નોંધાવી FIR

પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં પિતાની એક નેતા તરીકેની ઓળખ હતી પણ અહીં વતનમાં તેમની ઓળખ અલગ છે. અહીં મારા પિતાએ આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે જે કામો શરૂ કર્યાં હતાં અને છેલ્લે સુધી જે કાર્યો કર્યાં છે એને આગળ ધપાવવા માગીએ છીએ. ઘણા લોકોએ અમને રાજકારણમાં આવી પિતાનાં કામને આગળ લઈ જવા આગ્રહ કર્યો છે, પરંતુ રાજકારણથી દૂર રહી પિતાનાં અધૂરાં કાર્યોને આગળ ધપાવીશું.

ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું બુધવારે અવસાન થયુ હતું. તેઓ ઓગસ્ટ 2017માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમના અવસાન બાદ રાજ્યસભાની એક સીટ ખાલી થઈ ગઈ છે. જો કે હવે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝે સોશિયલ મીડિયામાં એક મેસેજ પોસ્ટ કરીને રાજનીતિમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે.

આ પણ વાંચો :નિમકનગર જાનૈયાઓને હળવદ નજીક નડ્યો અકસ્માત, 8 ઈજાગ્રસ્ત

જણાવી દઈએ કે, ખાલી પડેલી રાજ્યસભા સીટ  પર ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ચૂંટણી થવાની સંભાવના છે. જો કે એક સીટ ચૂંટણી થવાથી વિધાનસભામાં સંખ્યાબળને જોતા આ બેઠક ભાજપના ફાળે જવાનું નક્કી જ છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટોમાંથી 7 ભાજપ પાસે છે. જ્યારે ત્રણ કોંગ્રેસ પાસે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…